ભાટસણ પગાર કેન્દ્ર શાળા પીએમ શ્રી - ગુજરાતમાં TLM નિર્માણ વર્કશોપ યોજાયો.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલ ભાટસણ પગાર કેન્દ્ર શાળા પીએમ શ્રી ગુજરાતમાં અવારનવાર વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ આચાર્યશ્રી શૈલેષભાઈ સુથારના માર્ગદર્શનમાં ટી.એલ.એમ. નિર્માણ અને નિદર્શન વર્કશોપનું આયોજન થયું. બાલવાટિકા થી ધોરણ 8 ના તમામ બાળકોએ વિવિધ ગ્રુપમાં વિભાજિત થઈને ટીએલએમ નું નિર્માણ કર્યું. વર્કિંગ મોડેલ સહિત વિવિધ વિષયોના ટીએલએમ બન્યા આકર્ષણનું કેન્દ્ર. તમામ ટીએલએમ નું નિદર્શન પણ કરવામાં આવ્યું જેમાં તમામ વિદ્યાર્થીઓએ લાભ લીધો
શાળાના શિક્ષક નિલેશ શ્રીમાળીએ જણાવ્યું કે બાળકોમાં રહેલી આંતરિક પ્રતિભાની ખીલવવા માટે તથા NEP2020 અંતર્ગત વિવિધ સ્કીલ બાળકોમાં વિકસિત કરવા માટે આ એક સુંદર પ્રયાસ છે.