
સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા સાઉથ ઝોન-બી (કનકપુર) વિસ્તારનાં પાણી પુરવઠા અંગે અગત્યની જાહેરાત.
સુરતના શહેરીજનોને સુરત મહાનગરપાલિકા ધ્વારા આપવામાં આવતી તમામ સેવાઓ શ્રેષ્ઠત્તમ કક્ષાની મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા હરહંમેશ કટિબધ્ધ છે. સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-બી (કનકપુર) વિસ્તારમાં આવેલ હાઈડ્રોલિક વિભાગ હસ્તકના જળવિતરણ મથક હેઠળ આવેલ ESR No-5 માં ટાંકી ભરતી પ૦૦ મી.મી. વ્યાસની તથા ડીસ્ટ્રીબ્યુશન કરતી ૬૦૦ મી.મી. વ્યાસની લાઈનને બાયપાસ (ByPass) કરવાની કામગીરી અગામી તા.ર૩/૦૧/ર૦ર૬ (સવારે ૦૮:૦૦ કલાક)થી હાથ ધરવામાં આવનાર છે. ઉકત કામગીરીના સમયે તા.ર૩/૦૧/ર૦ર૬ ના રોજ રાત્રે ૦૮:૦૦ કલાક થી રાત્રીના ૧ર:૦૦ કલાક સુધીનો ગભેણી રામેશ્વર ઈન્ડસ્ટ્રીઝની આજુબાજુના વિસ્તારમાં અને તા.ર૪/૦૧/ર૦ર૬ ના રોજ સવારે ૦પ:૦૦ કલાક થી ૦૮:૦૦ કલાક સુધીનો ઉન-પૂર્વ વિસ્તારમાં આવેલ રાહતનગર, મગદુમ નગર તથા તેની આસપાસના વિસ્તારમાં પાણી પુરવઠો આપી શકાશે નહીં તથા તા.ર૪/૦૧/ર૦ર૬ ના રોજ કામગીરી પૂર્ણ થયા બાદ ઉકત બાકીના વિસ્તારમાં પાણી પુરવઠો આપવામાં આવશે.
જેની જાહેર જનતાએ નોંધ લઈ જરૂરીયાત મુજબનો પાણી પુરવઠો સંગ્રહ કરી તેનો બચત પૂર્વક ઉપયોગ કરવા વિનંતી. નાગરીકોને પડનાર અગવડ બદલ આથી દિલગીરી વ્યકત કરવામાં આવે છે તથા નાગરીકોને સહકાર આપવા વિનંતી છે.