logo

સુરતમાં રત્નકલાકારે 500ના દરની 5 હજાર નકલી નોટો બજારમાં ફરતી કરી

સુરત

સુરતમાં રત્નકલાકારે 500ના દરની 5 હજાર નકલી નોટો બજારમાં ફરતી કરી

25% કમિશનની લાલચ, એક જ સીરીઝના નંબર છાપ્યા ને ખેલ ખતમ

સુરત SOGએ પાંચ લાખ સાથે ઝડપ્યો

સુરતમાં નકલી નોટોનું કૌભાંડ સામે આવ્યું છે

જેમાં એક રત્નકલાકારે 500ના દરની 5000 નકલી નોટો(25 લાખ) એક વર્ષમાં બજારમાં ફરતી કરી હોવાની વિગતો બહાર આવી છે.

આરોપીએ 25% કમિશનની લાલચમાં આ કાળો કારોબાર શરૂ કર્યો હતો

પરંતુ એક જ સીરીઝના નંબરવાળી નોટો છાપવાની ભૂલ તેને ભારે પડી ગઈ હતી

ચોક્કસ બાતમીના આધારે સુરત SOGએ કાર્યવાહી કરીને પરેશ હડિયાને 5 લાખની નકલી નોટો સાથે ઝડપ્યો છે.

23
957 views