logo

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભાંડુત ગામના વતની અને કોબા પ્રાથમિક શાળાના આચાર્યને ચિત્રકૂટ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભાંડુત ગામના વતની અને કોબા પ્રાથમિક શાળાના આચાર્યને ચિત્રકૂટ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો.

તલગાજરડા ખાતે પૂ.મોરારીબાપુ દ્વારા રાજ્યના 36 શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ અર્પણ .
તલગાજરડા ખાતે આવેલ નવનિર્મિત કેન્દ્રવર્તી શાળાના બિલ્ડીંગનું લોકાર્પણ પણ સાથે
મહુવા તાલુકાના તલગાજરડા ગામ ખાતે પૂજ્ય મોરારીબાપુ દ્વારા આગામી તા. 14 ને બુધવારના (મકરસંક્રાંતિ) રોજ સવારના 9 કલાકે રાજ્યના શ્રેષ્ઠ અને પ્રતિભાવંત પ્રાથમિક શાળાના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક ચિત્રકૂટ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પસંદ કરાયેલા 36 શ્રેષ્ઠ શિક્ષકોને તેમની શ્રેષ્ઠ તેમજ નમૂનેદાર કામગીરી માટે સન્માનિત કરવામાં કરવામાં આવે છે. રાજ્યના દરેક જિલ્લામાંથી એક તેમજ નગરપાલિકા વિસ્તારમાંથી એમ કુલ મળીને 36 પ્રાથમિક શાળાના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ એવોર્ડ વડે આ દિવસે નવાજવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં શિવકુંજ આશ્રમ અધેવાડાના સંત પૂ. સીતારામબાપુ તેમજ રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યાં.
રાજ્યની પ્રાથમિક શાળાના ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, ગાંધીનગરના પ્રમુખ મહામંત્રી તેમજ હોદ્દેદારો હાજર રહ્યા.
સને 2000 ની સાલથી પ્રારંભાયેલા અને પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ખૂબ ગૌરવંતા ગણાયેલા પ્રતિષ્ઠિત ચિત્રકૂટ એવોર્ડનો આ સળંગ 26 મો અવસર છે.
આ દિવસે
યુવાઓ માટે પ્રેરણાસ્રોત ભાંડુત ગામનાં વતની એવાં ધર્મેન્દ્રકુમારની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી થતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, સીઆરસી કો-ઓર્ડિનેટર રાકેશ પટેલ, કોબા ગામનાં સરપંચ દિલીપ પટેલ સહિત સમગ્ર ઓલપાડ તાલુકાનાં શિક્ષણગણ અને મિત્રમંડળે તેમને અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ

15
2959 views