સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ ઉજવણી નિમિત્તે તા.૧ર/૦૧/૨૦૨૬ને સોમવારના રોજ સવારે ૮.૩૦ કલાકે દયાળજી બાગ, નાનપુરા, સુરત ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને સુતરાંજલી અર્પણ કરી વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દેશ વિદેશમાં ખ્યાતિ પામેલા અને ભારતના દેશભકત સંતને તા.૧ર જાન્યુઆરી ર૦૨૬ની ખુશનુમાં સવારે કાર્યક્રમ સ્થળે મેયર દક્ષેશભાઇ માવાણી, ડે.મેયર ડો.નરેન્દ્રભાઈ પાટીલ, શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી, શાસક પક્ષના દંડક ધર્મેશકુમાર વાણીયાવાલા, સાંસ્કૃતિક સમિતિ અઘ્યક્ષા સોનલબેન દેસાઇ, વિવિધ સમિતિના અઘ્યક્ષઓ, મ્યુનિસિપલ સદસ્યઓ અને મ્યુનિ.અધિકારીઓએ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી વંદના કરી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો તથા શહેરીજનોએ સ્વામી વિવેકાનંદજીને પુષ્પો અર્પણ કરી વંદના કરી હતી.