logo

સુરત મહાનગર પાલિકા સંચાલિત BRTS અને સીટી બસનો ઉપયોગ કરતા મુસાફરો માટે અગત્યની જાહેરાત.

સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને સુરત શહેર તથા આજુ-બાજુ વિસ્તારમાં BRTS અને સીટી બસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી રહેલ છે. ભારતના સૌથી લાંબા ૧૦૮ કિમીના ડેડીકેટેડ BRTS કોરીડોર મારફત વિવિધ ૧૩ રૂટ પર ૩૬૭ BRTS બસ કાર્યરત છે તથા વિવિધ ૪૫ સીટી બસ રૂટ પર ૩૮૭ બસનું સંચાલન કરવામાં આવે છે અને હાલમાં કુલ-૪૫૨ કિમીના રૂટ ઉપર સીટી બસ સેવા કાર્યરત છે. દૈનિક ધોરણે આશરે ૨ લાખથી વધુ મુસાફરો ધ્વારા સદર સેવાનો લાભ લેવામાં આવી રહેલ છે.
૧૪ અને ૧૫ જાન્યુઆરીના રોજ ઉત્તરાયણના પર્વની ઉજવણી શહેરમાં હર્ષો ઉલ્લાસ સાથે કરવામાં આવે છે. ઉત્તરાયણના રોજ લોકો દ્વારા પતંગને ચગાવી/પકડીને પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ અમુક કિસ્સાઓમાં લોકો દ્વારા BRTS કોરીડોરમાં પતંગ ચગાવતા/પકડતા હોઈ અકસ્માતની સંભાવના રહે છે. જેને ધ્યાને લેતા તા.૧૪/૦૧/૨૦૨૬ ના રોજ BRTS બસ સેવા સદંતર બંધ કરવામાં આવનાર છે તથા સીટી બસ સેવા ૩૦% શીડ્યુલ સાથે ચલાવવામાં આવનાર છે. વધુમાં તા.૧૫/૦૧/૨૦૨૬ ના રોજ BRTS બસ સેવા ૩૦% શીડ્યુલ સાથે તથા સીટી બસ સેવા ૫૦% શીડ્યુલ સાથે ચલાવવામાં આવનાર હોઈ જેની શહેરીજનોએ ખાસ નોંધ લેવા નમ્ર વિનંતી છે.

20
811 views