સુરતના મહેમાન બનેલ મહાનાયક અમિતાભ બચ્ચન સાથે સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીની મુલાકાત.
સુરતના મહેમાન બનેલ મહાનાયક શ્રી અમિતાભ બચ્ચનજી સાથે સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીની મુલાકાત.
સ્વચ્છતા ક્ષેત્રે દેશભરમાં નંબર વન બનેલી સુરત મહાનગરપાલિકાની સિદ્ધિઓ અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી. સાથે જ વિવિધ ભાષાઓમાં શિક્ષણ પ્રદાન કરી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના “વસુધૈવ કુટુંબકમ” ના સંકલ્પને સાર્થક કરતી મહાનગરપાલિકાની કામગીરીને પ્રશંસા મળી.
ડાયમંડ સિટી સુરતના મહેમાન બનવાના પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી દ્વારા અમિતાભ બચ્ચનજીને સ્મૃતિરૂપે ડાયમંડનું સુંદર પોર્ટ્રેટ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યું.