ગાંધી ના ગુજરાત માં ખુલે આમ દારૂ વેંચાય છે પોલીસ નો કોઈ ડર નહીં
ગાંધીધામ એ ડિવી પો.સ્ટે. વિસ્તારમાંથી LCBની મોટી કાર્યવાહી, ₹31 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
ગાંધીધામ એ ડિવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પૂર્વ કચ્છે પ્રોહીબીશન સામે મોટી કાર્યવાહી કરી છે. પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે એલસીબી ટીમે પીકઅપ ડાલુ વાહન રોકી તપાસ કરતા તેમાં 2400 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જપ્ત કરાયેલ દારૂની કિંમત અંદાજે ₹31.20 લાખ હોવાનું જણાવાયું છે.
આ કાર્યવાહીમાં એક આરોપીને દારૂના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યો છે, જ્યારે એક આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા વાહન સહિત કુલ ₹36 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.