logo

રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ તલગાજરડા ખાતે ૧૪મી જાન્યુઆરીએ રાજ્યનાં ૩૬ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન

તલગાજરડા ખાતે ૧૪મી જાન્યુઆરીએ રાજ્યનાં ૩૬ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન

ઓલપાડની કોબા પ્રાથમિક શાળાનાં આચાર્યને ચિત્રકૂટ એવોર્ડ દ્વારા સન્માનિત કરાશે

(૩૪ જિલ્લાનાં ૩૪ શિક્ષકો, ૧ પાલિકા, ૧ મહાનગરપાલિકાનાં શિક્ષકનો સમાવેશ)

ભાવનગરનાં મહુવા તાલુકાનાં તલગાજરડા ખાતે આગામી તા.૧૪મીનાં મોરારીબાપુ દ્વારા રાજ્યનાં ૩૬ શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જેમાં ઓલપાડ તાલુકાની કોબા પ્રાથમિક શાળાનાં આચાર્ય ધર્મેન્દ્રકુમાર મગનભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે.
પ્રતિવર્ષ ચિત્રકૂટ પારિતોષિકથી પુરસ્કૃત પ્રત્યેક શિક્ષકને રૂ. ૨૫ હજારનો ચેક, કાળી કામળી, સૂત્રમાલા, રામનામી તેમજ સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવે છે. આ સાથે સીતારામ બાપુ અધેવાડા દ્વારા પણ પુરસ્કૃત શિક્ષકોને શાલ, સુંદરકાંડ પુસ્તકથી સન્માનિત કરવામાં આવે છે. આ વખતે કોબા પ્રાથમિક શાળાનાં આચાર્ય ધર્મેન્દ્રકુમાર પટેલની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. તેમને અગાઉ પણ તાલુકાથી લઈ રાષ્ટ્ર કક્ષાનાં અનેક એવોર્ડ મળી ચૂક્યા છે. જેમાં શિક્ષણ ક્ષેત્રે તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, પર્યાવરણ ક્ષેત્રે પ્રકૃતિ સંરક્ષણ એવોર્ડ ઉપરાંત રમતગમત ક્ષેત્રે મેરેથોન તથા સાયકલિંગમાં વિવિધ એવોર્ડનો સમાવેશ થાય છે.
યુવાઓ માટે પ્રેરણાસ્રોત ભાંડુત ગામનાં વતની એવાં ધર્મેન્દ્રકુમારની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી થતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, સીઆરસી કો-ઓર્ડિનેટર રાકેશ પટેલ, કોબા ગામનાં સરપંચ દિલીપ પટેલ સહિત સમગ્ર ઓલપાડ તાલુકાનાં શિક્ષણગણ અને મિત્રમંડળે તેમને અભિનંદન પાઠવ્યા હતા.

4
71 views