ખેડબ્રહ્મા મુકામે શ્રીમદ દેવી ભાગવત કથાની પૂર્ણાહુતિ*
ખેડબ્રહ્મા શહેરમાં વાસણા સોસાયટી મુકામે યોજાયેલ દેવી ભાગવત કથાની શરૂઆત 26 તારીખે કરવામાં આવેલ. ભાવભક્તિ અને શ્રદ્ધા અને ડીજેના તાલે વાજતે ગાજતે શોભાયાત્રા સાથે સંગીતની સુરાવલીઓ પુરાણાચાર્ય શ્રીરાધાદાસ કશ્યપ મહારાજના શ્રી મુખેથી શરૂ થયેલ,...નવ દિવસીય કથાનો લાભ ખેડબ્રહ્માના નગરજનો તથા આજુબાજુના હરિભક્તોએ એ વિશાળ સંખ્યામાં લાભ લીધો હતો. અને ભગવતી જગદમ્બાના પ્રાગટ્ય ઉત્સવ (શાકમ્ભરી પોષી પૂનમ) ના દિવસે કથા નું સમાપન કરવામાં આવેલ.જેમાં સમૂહ આરતી સમયે,નવદુર્ગા પ્રાગટ્ય સમયે દિવ્ય નજારો સર્જાયો હતો...અને આ કથાને સફળ બનાવવા માટે અનેક દાતાઓએ ભાવ ભરેલા હૈયે જહેમત ઉઠાવી... જેમાં જ્યોતિ હાઈસ્કૂલના શ્રી સુરેશભાઈ પટેલ સાહેબે જણાવેલ કે આવા ધાર્મિક આયોજનો આપણા ધર્મ માટે અને આવનાર પેઢી માટે અનિવાર્ય છે.*પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ સાબરકાંઠા*