logo

સુરત મનપા દ્વારા હાલ સેન્ટ્રલ ઝોનમાં ખાડાત્સવ, સેન્ટ્રલ ઝોનનાં નાગરિકો પરેશાન.

સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ સેન્ટ્રલ ઝોનમાં પાણીની લાઈનો તેમજ અન્ય કામગીરી અંગે શેરીઓમાં કામગીરી ચાલી રહી છે. તો કોઈપણ આગોતરું આયોજન વગર આ કાર્ય ચાલુ રહ્યું હોવાથી સેન્ટ્રલ ઝોનના નાગરિકો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે. જ્યાં કાર્ય થઈ ગયું હોય ત્યાં તાત્કાલિક રોડ બનાવવામાં આવતા નથી તેમજ સેન્ટ્રલ ઝોન ખાતે ગોપીપુરા કનૈયાલાલ દેસાઈ રોડ પર હિતેન્દ્ર દેસાઈ ના બંગલા પાસેથી આદિત્ય પાર્ક સુધી નવો રોડ બનાવવા માટે ખોદેલ રોડ છેલ્લા ૧૪ દિવસ થવા છતાં હજુ સુધી નવો રોડ ન બનતા સ્થાનિક રહેશો પરેશાન છે. છેલ્લા ૧૪ દિવસ ઉપર થવાથી ખોદેલા રોડ ને કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધો વધારે પરેશાન છે. બાળકોની સ્કૂલ વાન આવી શકતી નથી તેમજ વૃદ્ધો ઘરેથી નીકળી શકતા નથી. મનપા શાસકો તેમજ કમિશનર દ્વારા આ અંગેનો ત્વરિત ઉકેલ આવે તેમજ આ કામ માટે જે ઇજારદારને કામ આપવામાં આવ્યું હોય એ ઇજાનદારને ત્વરિત કામ કરી દેવાની સૂચના આપવામાં આવે તેવી શેરીના રહીશો ની લાગણી છે.

30
1433 views