logo

રાજસ્થાનના હરિ કૃપા આશ્રમથી સાધ્વી સંતોષ બાઈસાનો વિસનગરમાં સત્સંગ

31 ડિસેમ્બરની રાત્રે રાજસ્થાનના હરિ કૃપા આશ્રમથી સાધ્વી સંતોષ બાઈસા પધાર્યા હતા. તેમના આગમનથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બની ગયું હતું. સત્સંગ દરમિયાન સાધ્વી સંતોષ બાઈસાએ જીવનને સ્પર્શતી સચોટ અને કડવી સત્ય વાતો કરી, જે સાંભળીને હાજર રહેલા શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા.
તેમના પ્રવચનમાં સમાજ, સંસ્કાર, આત્મચિંતન અને સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપવામાં આવી હતી. સરળ શબ્દોમાં કહેલી ઊંડાણભરી વાતોએ સૌના હૃદયને સ્પર્શી હતી. સત્સંગના અંતે ભક્તોએ સાધ્વી સંતોષ બાઈસાના આશીર્વાદ લીધા હતા અને કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

58
3536 views