logo

ઐતિહાસિક વાંઝ ગામે સ્મારક નિર્માણ મુદ્દે વર્ષો સુધી ચાલેલી બેદરકારી અને ઢીલાશ બાદ અંતે દિનાંક 27/12/2025ના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

વાંઝ ગામે સ્મારક નિર્માણ મુદ્દે વર્ષો સુધી ચાલેલી બેદરકારી અને ઢીલાશ બાદ અંતે દિનાંક 27/12/2025ના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આશરે ચાર વર્ષથી ફાઈલોમાં ધૂળ ખાતો રહેલો ગુજરાતના પ્રથમ સ્પીકર સ્વ. શ્રી કલ્યાણજી મહેતાના સ્મારક નિર્માણનો વિષય ગામના જાગૃત નાગરિકોની સતત અને ઉગ્ર રજૂઆત પછી જ આગળ વધ્યો હોવાની હકીકત સ્પષ્ટ છે.
વાંઝ ગ્રામ પંચાયત કચેરી ખાતે સવારે 11.00 કલાકે યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમ પાછળ કોઈ સ્વૈચ્છિક પહેલ નહીં પરંતુ ગામના શ્રી અશોકભાઈ પટેલ, શ્રી ગીરીશભાઈ પરમાર અને શ્રી હર્ષદભાઈ વીજુભાઈ દ્વારા લાંબા સમયથી કરવામાં આવતી કડક રજૂઆત અને દબાણ મુખ્ય કારણ બન્યું હોવાનું ગ્રામજનો ખુલ્લેઆમ ચર્ચી રહ્યા છે.
વર્ષો સુધી સ્મારક જેવા ગૌરવના કાર્યને અવગણવામાં આવતાં ગામમાં અસંતોષ ફેલાયો હતો, જે આજે ખાતમુહૂર્ત થતા અંશે શાંત થયો છે. તેમ છતાં ગ્રામજનો સ્પષ્ટ શબ્દોમાં માંગ કરી રહ્યા છે કે હવે માત્ર ખાતમુહૂર્ત પૂરતું નહીં, પરંતુ સ્મારકનું કામ સમયમર્યાદામાં અને ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવે, નહીં તો ફરીથી આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.
આ કાર્યક્રમમાં ગામના શ્રી ગુણવંતભાઈ શાહ, શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી હર્ષદભાઈ વી તથા શ્રી નિતેષભાઈ સહિત આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. ગામમાં ખુશી સાથે સાથે તંત્ર સામે કડક નજર રાખવાનો સંદેશ પણ આ પ્રસંગે આપવામાં આવ્યો.

47
2160 views