logo

તોરણા -છીપડી રોડ નવેસરથી બનાવવા જનતાની માંગ!!

કપડવંજ તાલુકાના તોરણા ગામથી અમદાવાદ વાયા છીપડી નો રસ્તો થોડા સમય અગાઉ રીપેર કરવામાં આવેલ છે પરંતુ તે રોડ નવો બનાવવાની જરૂરિયાત છે કેમકે વર્ષો અગાઉ રોડ બનેલો હતો ત્યારબાદ નવેસરથી રોડ બનાવેલ નથી સરકારના તંત્રમાં બેઠેલા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મિલી ભગત કરી આ રોડને રીપેર કરે છે અને પોતાના ખિસ્સા ભરે છે ખરેખર જે અધિકારી આ રોડની સ્થળ તપાસ કરે તો તેને ખબર પડે પરંતુ કચેરીમાં બેઠા બેઠા રોડના બિલ મંજૂર કરવામાં આવે છે અને મન ફાવે તે રીતે પોતાની કામગીરી કરે છે કોન્ટ્રાક્ટર પણ સરકારી નાણા નો દુરુપયોગ કરી પોતાની કાયદેસરની જવાબદારી નિભાવતા નથી આ રોડ પર વાહનોનો ઘસારો ખૂબ જ છે અમદાવાદ જતા લોકો માટે આ રસ્તો ખૂબ જ ઉપયોગી છે તેમ છતાં તંત્રના પેટની પાણી ચાલતું નથી અને થોડા થીંગડા મારી કામ પૂરું થયું હોવાનું બતાવેલ છે જેથી આજુબાજુ રહેતા તમામ લોકો આ રોડ નવેસરથી બને તેવી માંગ કરી રહ્યા છે સ્થાનિક નેતાઓ પણ આ બાબતે કોઈ રસ લેતા નથી

23
1613 views