logo

સુરત મહાનગરપાલિકાના પ્રયાસોનાં ભાગરૂપે શેલ્ટર ફોર અર્બન હોમલેસના બાળકોએ સાયન્સ ફેરમાં રજૂ કરી વૈજ્ઞાનિક પ્રતિભા.

સુરત મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકાર પુરસ્કૃત દીનદયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY-NULM) હેઠળ શહેરી ઘરવિહોણા લોકો માટે આશ્રય યોજના (SUH) નો અમલ કરી શહેરમાં રહેતા ઘરવિહોણા લોકો માટે જરૂરી સુવિધા સહિતના ૨૫૩૮ લાભાર્થીઓને સમાવવાની ક્ષમતાના ૦૮ આશ્રય સ્થાનો કાર્યરત છે. શેલ્ટર ખાતે પ્રાથમિક સુવિધાઓ જેવી કે બેડિંગ, ટોઇલેટ બાથરૂમ, મેલ-ફીમેલ ડોરમેટરી, ફેમીલી રૂમ, વોશિંગ એરિયા, કિચન, કોમન એક્ટીવીટી એરિયા વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા ઘરવિહોણા લોકોને શેલ્ટર ખાતે લાવવામાં આવે છે. શેલ્ટર ખાતે હાલની ૨૩૮૦ કેપેસીટી સામે ૨૧૫૦ થી વધુ લાભાર્થીઓ વસવાટ કરે છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા શેલ્ટર ખાતે પ્રાથમિક સુવિધા સાથે જરૂરિયાતમંદને વિનામૂલ્યે ભોજન, નિયમિત આરોગ્ય સુવિધા, મનોરંજન અને રચનાત્મક કાર્યક્રમો, રોજગારી અને યોજના વિષયક લાભો સાથે જોડી ઘરવિહોણા લોકોને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવા સતત પ્રયત્નો કરવામાં આવે છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા શેલ્ટર ખાતે રહેતા બાળકો ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી બાળકોને શિક્ષણ મળી રહે તે હેતુથી નજીકની આંગણવાડીમાં અને શાળામાં એડમીશન કરાવવામાં આવે છે. આ ઉપરાંત બાળકોના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે રમતગમત, ડ્રોઈંગ કોમ્પિટિશન, વકૃત્વ સ્પર્ધા વગેરે .રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
સુરત મહાનગરપાલિકાના ઉપરોક્ત પ્રયાસોના ભાગરૂપે તા. ૨૬/૧૨/૨૦૨૫ ના રોજ એન.જે. ચેરીટેબલ ફાઉન્ડેશન તથા રોટરી ક્લબ-ઉધના દ્વારા આર્ટ ગેલેરી, સાયન્સ સેન્ટર,સીટી લાઈટ રોડ, સુરત ખાતે આયોજિત “SCI-FI” An Innovative Science Fair માં અલથાણ શેલ્ટર ફોર અર્બન હોમલેસના બાળકોએ ભાગ લઇ “Smart City of Next Decades” થીમ પર પ્રોજેક્ટ બનાવેલ જેમાં સ્માર્ટ સીટી તરીકે સુરત શહેરમાં ઉપલબ્ધ જાહેર સુવિધાઓ, સગવડો તેમજ આયોજનની વિગતો રજુ કરી. શેલ્ટર ફોર અર્બન હોમલેસના બાળકોએ આ સાયન્સ ફેરમાં ૧૦૦ થી વધુ સ્કુલના વિદ્યાર્થીઓ સાથે આત્મવિશ્વાસપૂર્વકભાગ લઇ પોતાના પ્રોજેક્ટ સર્જનાત્મકતા, જ્ઞાન અને ક્ષમતાનો પરિચય આપ્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા શેલ્ટર ફોર અર્બન હોમલેસના બાળકોના શૈક્ષણિક, બૌધિક અને વ્યક્તિત્વવિકાસને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધતા સાથે આવા પ્રેરણાદાયી પ્રયાસો ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.

15
881 views