મોહંમદ રફીની જન્મજયંતી પર કરાઓકે શોનું આયોજન.
મોહંમદ રફી સાહેબની જન્મજયંતિ પર 'તીર્થઆંગન મ્યુઝિકલ ગ્રુપ' દ્વારા રામેશ્વર શિવાલય હૉલ, શારદાકુંજ સોસાયટી,મોતીપુરા,હિંમતનગર ખાતે એક શાનદાર કરાઓકે શો નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હિંમતનગર અને પ્રાંતિજના કલાકારો દ્વારા મોહંમદ રફીના બેસ્ટ સોન્ગ રજૂ કરવામાં આવ્યા હતા. વૃદ્ધાશ્રમ અને સિનિયર સિટીજનો માટે ખાસ યોજાતો આ શો તમામ માટે ફ્રી હતો.આ કાર્યક્રમમાં સમગ્ર હૉલ ઑડિયન્સથી ખીચોખીચ ભરાઈ ગયો હતો.આ કાર્યક્રમના અંતે કેક કાપીને મોહંમદ રફી સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અમિત રાવળ,સતિષ ચૌધરી,એ.કુમાર,ગિરીશ મહેતા,દિલીપભાઈ લીંબચીયા,એન.ડી.નાયક,યાંત્રિક ભટ્ટ,અશોકસિંહ સોલંકી,વિમલેશ સુથાર,કર્નલ રાવલ, અશોક સ્વામી,આર.કે.ચૌહાણ જેવા કલાકારો દ્વારા સુંદર ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન શ્રી આર.કે.ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં એનઉન્સર તરીકે શ્રી અશોક સ્વામી દ્વારા સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું.