logo

સુરત મહાનગરપાલિકા દ્વારા ભારત રત્ન, પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસ, ગુડ ગર્વનન્સ ડે તરીકે ઉજવવામાં આવ્યો.

ભારત રત્ન,કવિ,આદર્શ રાજકારણી અને ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રઘ્ધેય સ્વ. અટલ બિહારી વાજપેયીજીના માનમાં ભારતમાં દર વર્ષે તેઓની તા.રપ ડિસેમ્બરના રોજ જન્મજંયતિ સુશાસન દિવસ ,ગુડ ગર્વનન્સ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા ઘ્વારા સ્વ. અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિ શહેરીજનો માટે કાયમ બની રહે તે અર્થે તેમના જીવન ચરિત્ર પર આધારિત પ્રદર્શન આજ તા.રપ ડિસેમ્બર ર૦રપના રોજ ચોક સ્થિત ઐતિહાસિક કિલ્લાના સંકુલમાં આવેલ આર્ટ ગેલેરી કમ એકિઝબિશન હોલ ખાતે આયોજન કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી, જળ શકિત મંત્રાલય, ભારત સરકાર સી. આર. પાટીલ, તથા અન્ય ઉપસ્થિત મહાનુભવોએ સ્વ. અટલ બિહારી વાજપેયીને શ્રઘ્ધા સુમન અર્પણ કર્યા હતા. તથા સદર પ્રદર્શનનો શુભારંભ માન. કેન્દ્રીય મંત્રી, જળશકિત મંત્રાલય, ભારત સરકાર સી.આર. પાટીલના વરદ્હસ્તે તથા મેયર દક્ષેશભાઈ માવાણી ના પ્રમુખપદ હેઠળ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસદસભ્ય મુકેશભાઇ દલાલ, ધારાસભ્ય પૂર્ણેશભાઇ મોદી, ધારાસભ્ય અરવિંદભાઇ રાણા, સ્થાયી સમિતિ અઘ્યક્ષ રાજન પટેલ, નેતા શાસકપક્ષ શશીબેન ત્રીપાઠી, પૂર્વ સ્થાયી સમિતિ અઘ્યક્ષ પરેશભાઇ પટેલ, માન. વિવિધ સમિતિના અઘ્યક્ષશ્રીઓ,માન. મ્યુ. સદસ્યઓ, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહી પ્રદર્શન નિહાળી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

6
767 views