logo

વિસનગર બુલેટનો 'ભડકો':

વિસનગર બુલેટનો 'ભડકો': વ્યસન છોડાવ્યું તે યુવકને ન ગમ્યું, રાતોરાત સંચાલકની કિંમતી બાઈક ફૂંકી મારી!

વિસનગરમાં એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં વ્યસનમુક્તિ કેન્દ્રમાં સારવાર લેવી એક યુવકને એટલી હદે ભારે પડી કે તેણે બહાર નીકળ્યા બાદ સંચાલક પાસેથી બદલો લેવાનું નક્કી કર્યું. વિસનગરના અર્બન હેલ્થ સેન્ટર ઉપર ચાલતા 'નવસર્જન વ્યસનમુક્તિ કેન્દ્ર' ના સંચાલકનું રોયલ ઇનફિલ્ડ બુલેટ આ યુવકે ઉશ્કેરાઈને સળગાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ભડભડ સળગતું બુલેટ અને યુવકનો તેવર:
ઘટના ૨૦ ડિસેમ્બરની રાત્રિની છે. કાંસા વિસ્તારનો રવિ કનૈયાલાલ પટેલ નામનો યુવક અગાઉ આ કેન્દ્રમાં સારવાર હેઠળ હતો. તેને અહીં રહેવું ગમતું ન હોવાથી તેના મનમાં સંચાલક સુરેશભાઈ ચૌધરી પ્રત્યે ભારે રોષ હતો. આ અદાવત રાખીને રવિએ રાત્રિના અંધારામાં કેન્દ્રની બહાર પાર્ક કરેલા બુલેટ (GJ-02-EL-5712)ની પેટ્રોલની નળી તોડી નાખી હતી અને જોતજોતામાં દીવાસળી ચાંપી આખું બુલેટ સળગાવી દીધું હતું.
"મેં જ સળગાવ્યું છે, શું કરી લેશો?"
આગની લપેટો જોઈને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે કેન્દ્રના સંચાલક સુરેશભાઈ દોડી આવ્યા, ત્યારે રવિએ ડર્યા વગર સામે ઉભા રહીને કબૂલાત કરી હતી કે, "તમે મને અહીં સારવારમાં રાખ્યો હતો તે મને જરાય ગમતું નહોતું, એટલે મેં વેર વાળવા તારું બુલેટ સળગાવી દીધું છે!"
સમાધાન નિષ્ફળ જતાં મામલો પહોંચ્યો પોલીસ મથકે:
પહેલા આ મામલે આરોપીના પિતા સાથે સમાધાનની વાતો ચાલી હતી, પરંતુ નુકસાનની ભરપાઈ મુદ્દે કોઈ સહમતી ન સધાતા આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. વિસનગર શહેર પોલીસે સુરેશભાઈની ફરિયાદના આધારે આરોપી રવિ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ શરૂ કરી છે.
#વિસનગર #મહેસાણા #સમાચાર
#AIMA NEWS VISNAGAR

27
1197 views