રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ ન.પ્રા.શાળા ક્ર.૨૪૭ માં નેશનલ રંગોત્સવ ચિત્રસ્પર્ધા યોજવામાં આવી
ન.પ્રા.શાળા ક્ર.૨૪૭ માં નેશનલ રંગોત્સવ ચિત્રસ્પર્ધા યોજવામાં આવી
શ્રી ગણપતદાસ ત્રિવેદી પ્રાથમિક શાળા ક્ર. 247 માં નેશનલ રંગોત્સવ ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પટેલના સંચાલન તેમજ ચિત્રસ્પર્ધાના કન્વીનર શ્રી મનીષાબેન કોષ્ટીના આયોજન હેઠળ યોજાયેલ નેશનલ રંગોત્સવ ચિત્રસ્પર્ધામાં બાલવાટીકા થી માંડીને ધોરણ 8 ની કુલ 169 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઈનામ વિતરણ કાર્યક્રમમાં વિજેતા વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર મેડલ તેમજ ગીફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. શાળાનું પણ શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.