logo

મહેસાણામાં એ.સી.બી.ની મોટી કાર્યવાહી વડનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ લાંચ લેતા ઝડપાયા

મહેસાણા જિલ્લાના વડનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હર્ષિદ પટેલ લાંચ લેતા એ.સી.બી.ના હાથે રંગેહાથ ઝડપાયા છે. આરોપી ડૉ. હર્ષિદ પટેલે કોન્ટ્રાક્ટ પર ચાલતી ગાડીનું બિલ મંજૂર કરવા માટે ફરીયાદી પાસેથી ₹20,000 ની લાંચ માગી હતી.
આ બાબતે એક જાગૃત નાગરિકે મહેસાણા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)નો સંપર્ક કરતા એ.સી.બી. દ્વારા સંપૂર્ણ આયોજન સાથે છટકું ગોઠવવામાં આવ્યું હતું. યોજનાબદ્ધ રીતે ગોઠવાયેલા ટ્રેપ દરમિયાન ડૉ. હર્ષિદ પટેલ લાંચ સ્વીકારતા સમયે પકડાયા હતા.
એ.સી.બી.ની ટીમે સ્થળ પર જરૂરી કાનૂની કાર્યવાહી કરી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને સરકારી તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે.
મહેસાણા એ.સી.બી. દ્વારા કરાયેલ આ સફળ ટ્રેપને લઈને ભ્રષ્ટાચાર સામે કડક સંદેશો મળ્યો છે. હાલ એ.સી.બી. દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

0
0 views