logo

વાવ થરાદ ભોરડું ગામની સીમમાં ધમધમતી દારૂની ભઠ્ઠી પર પોલીસનો પંજો રૂ.42,500 નો મુદ્દા માલ જપ્ત

વાવ થરાદ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. તાજેતરમાં વાવ-થરાદ વિસ્તારના ભોરડું ગામની સીમમાં ચાલતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર પેરોલ ફલો ટીમે સફળ દરોડો પાડી કડક કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પેરોલ ફલો ટીમને એક ચોક્કસ બાતમી મળી હતી કે ભોરડું ગામની સીમમાં આવેલા એક ખેતરમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે ટીમે તાત્કાલિક આયોજનબદ્ધ રીતે દરોડો પાડ્યો હતો.ખેતરમાં ચાલતી હતી ભઠ્ઠી પોલીસે ભોરડું ગામના રહેવાસી માવજીભાઈ ઠાકોરના ખેતરમાં રેડ કરી હતી. તપાસ દરમિયાન ત્યાં દેશી દારૂ બનાવવાની સક્રિય ભઠ્ઠી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી દારૂ બનાવવાનો કાચો માલ, સાધન સામગ્રી અને તૈયાર દારૂ સહિત કુલ રૂપિયા 42,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ભઠ્ઠીનો કર્યો નાશ દરોડા દરમિયાન પોલીસે દારૂ બનાવવાની ભઠ્ઠીનો સ્થળ પર જ નાશ કર્યો હતો અને ગેરકાયદેસર જથ્થો કબજે લીધો હતો. આ કાર્યવાહીથી પંથકમાં દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે આ મામલે કાયદેસરની ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

3
182 views