
ઇન્દોર મહાનગરપાલિકા નું પ્રતિનિધિ મંડળ સુરત મહાનગરપાલિકા ની મુલાકાતે.
આજરોજ ઇન્દોર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ સદસ્યશ્રીઓનું પ્રતિનિધિમંડળ સુરત મહાનગરપાલિકા ઘ્વારા અમલમાં મુકાયેલ બેસ્ટ પ્રેકટીસીસના અભ્યાસ અર્થે સુરત મહાનગરપાલિકાની મુલાકાતે આવેલ. જેઓની સાથે સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીશ્રીઓની ઇન્ટીગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર,ICCC ખાતે મિટીંગ યોજાયેલ.
વધુમાં સદર મિટિંગમાં ઉપરોકત પ્રતિનિધિમંડળને સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઘ્વારા સુરત મહાનગરપાલિકાએ વિવિધ ક્ષેત્રે પ્રાપ્ત કરેલ સિદ્ધિઓ, સુરત મહાનગરપાલિકાનું બજેટ,પ્રોપટી ટેક્ષ,રેવન્યુ સિસ્ટમ,એસ.એમ.સી. કનેકટ,નાઇટ રાઉન્ડ એપ, જી.આઇ.એસ મેપીંગ, બાયોડાર્યવસિટી પાર્ક, સુરત સિટી લિંક,ટ્રાફિક બી.આર.ટી.એસ પ્રોજેકટ,વોટર સપ્લાય સિસ્ટમ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સુરત મહાનગરપાલિકા ધ્વારા બહાર પાડવામાં આવેલ ર૦૦ કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ, સ્વચ્છ સિટી, ટેકસટાઇલ સિટી, ડાયમંડ સિટી, બ્રિજ સિટી,સોલાર સિટી,ગ્રીન સિટી તરીકે ખ્યાતનામ સિટીની માહિતી,આરોગ્ય વિભાગ, અર્ફોડેબલ હાઉસીંગ વિભાગ, ડ્રેનેજ વિભાગની કામગીરી તેમજ ટાઉન પ્લાનીંગ વિભાગની ટી.પી.સ્કીમની કામગીરી સહિતની સુરત મહાનગરપાલિકાની કાર્યપ્રણાલી વિશે પ્રેઝન્ટેશન મારફત વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર,ICCC મારફત કરવામાં આવતી તમામ પ્રકારની કામગીરી પ્રત્યક્ષ સ્થળ મુલાકાત કરાવી લાગત પ્રશ્નો પર સંપૂર્ણ માહિતી અંગે ચર્ચા કરવામાં આવેલ. આ માહિતી મેળવી ઉપસ્થિત પ્રતિનિધિ મંડળ પ્રભાવિત થયા હતા.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નિધિ સિવાચ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર.બી. ભોગાયતા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વાતિ પી. દેસાઇ તથા અન્ય લાગત વિભાગના વડાઓ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.વધુમાં આવતી કાલના રોજ ઉપરોકત પ્રતિનિધિમંડળને ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને રીયુઝ ફેસીલીટી પ્લાન્ટ બમરોલી, બાયોડાર્યવસિટી પાર્ક બમરોલીની મુલાકાત કરાવવામાં આવશે તથા આ પ્રકલ્પો બાબતે વિસ્તૃત માહિતીથી માહિતગાર કરવામાં આવશે.