
વાંઝ ગામનું ગૌરવ: રાષ્ટ્રીય નેતૃત્વ પુરસ્કારથી ગામની રાષ્ટ્રીય ઓળખ
વાંઝ ગામનું ગૌરવ: રાષ્ટ્રીય નેતૃત્વ પુરસ્કારથી ગામની રાષ્ટ્રીય ઓળખ
કરનાલ (હરિયાણા), તા. 17 — કરનાલ ખાતે નુરમહેલ સ્થિત પાંચ સિતારા હોટલમાં એન્ટી કરપ્શન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા તથા હ્યુમન રાઇટ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત સહયોગથી રાષ્ટ્રીય સ્તરે નેશનલ લીડરશિપ એવોર્ડ સમારંભ તથા ભ્રષ્ટાચાર મુક્ત ભારત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોમાંથી સામાજિક, શૈક્ષણિક તથા જાહેર સેવા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર પ્રતિષ્ઠિત વ્યક્તિત્વોને નેશનલ લીડરશિપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારંભની શરૂઆત પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી તથા સાંસદ શ્રીમતી જયાપ્રદા, અભિનેત્રી રિતુ શિવપુરી અને અભિનેતા મુશ્તાક ખાનની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
આ રાષ્ટ્રીય સ્તરના સન્માન કાર્યક્રમમાં વાંઝ તા.ચોર્યાસી જી.સુરત ના શ્રી અશોકભાઈ પટેલ વાંઝ ગામના પ્રતિનિધિત્વને સ્થાન મળતાં સમગ્ર ગામ માટે ગૌરવની લાગણી સર્જાઈ હતી. કાર્યક્રમ દરમિયાન ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંઘર્ષ, રાષ્ટ્રનિર્માણ અને નૈતિક નેતૃત્વ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી અને સમાજને સકારાત્મક દિશામાં આગળ વધવા માટે સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો.