logo

થરાદ શહેરમાં લોંબા સમયથી ચાલતું હતું ગેરકાયદેસર દબાણ

થરાદ શહેરમાં લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર દબાણો સામે નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી

થરાદ શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં લાંબા સમયથી સર્જાતી ટ્રાફિક સમસ્યા દૂર થતી જોવા મળી હતી. દુકાન આગળ મૂકાયેલા સામાન, લારી-ગલ્લા તથા ફૂટપાથ ઉપરના દબાણો હટાવાતા વાહનચાલકો અને રાહદારીઓ માટે રસ્તા ખુલ્લા બન્યા હતા. ખાસ કરીને સવાર અને સાંજના વ્યસ્ત સમયગાળામાં ટ્રાફિકનું દબાણ નોંધપાત્ર રીતે ઘટ્યું હોવાનું જોવા મળ્યું હતું.

નગરપાલિકાની આ કાર્યવાહીથી થરાદ શહેરની જનતામાં સંતોષની લાગણી જોવા મળી હતી. વેપારીઓ, દુકાનદારો તેમજ સ્થાનિક નાગરિકોએ પ્રશાસનની કામગીરીને આવકારી શહેરને સ્વચ્છ, સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા માટે આવી કાર્યવાહી નિયમિત ચાલુ રાખવાની માંગ કરી હતી. ઘણા નાગરિકોએ જણાવ્યું હતું કે દબાણો હટતાં અકસ્માતોની શક્યતા પણ ઘટશે.

નગરપાલિકા પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરમાં ફરીથી કોઈપણ પ્રકારના ગેરકાયદેસર દબાણો ન થાય તે માટે નિયમિત ચેકિંગ હાથ ધરવામાં આવશે અને નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરને દબાણમુક્ત રાખવા માટે આગામી સમયમાં પણ આવી ઝુંબેશ સતત ચાલુ રહેશે.
બ્યુરો ચીફ પી જે ચૌધરી વાવ થરાદ

1
78 views