સુરત ખાતે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની ૧૧૬મી એકઝીકયુટીવ કમિટીની મિટીંગનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા શુભારંભ કરવામાં આવેલ.
આજરોજ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયરની ૧૧૬મી એકઝીકયુટીવ કમિટીની મિટીંગનું માન. મુખ્યમંત્રી, ગુજરાત શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં હોટલ પાર્ક ઇન બાય રેડિશન સુરત, ખાતેથી શુભારંભ કરવામાં આવેલ.
સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલા શહેર અને મહાભારતના વિશ્વ પ્રસિઘ્ધ દાનેશ્વરી યોઘ્ધા કર્ણની ગાથાથી જોડાયેલા અને સાક્ષી બનેલા શહેર સુરત અને સુરત શહેરના નાગરિક અને સુરત મહાનગરપાલિકા તરફથી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયરની ૧૧૬મી એકઝીકયુટીવ કમિટીમાં ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા મેયર દક્ષેશ માવાણીએ તેમના પ્રવચનમાં જણાવ્યું કે સુરત શહેરને સ્વચ્છતા,સ્વચ્છ વાયુ અને જળ સંચાલન માટે ભારત સરકારશ્રી ઘ્વારા ઉચ્ચ સ્થાનના એવોર્ડ મળેલ છે અને સમગ્ર ભારત દેશમાં સેોથી સ્વચ્છ સિટી તરીકે સ્વચ્છતા સર્વેક્ષણ ર૦ર૪-રપમાં સુપર સ્વચ્છ સિટી લીગ સિટીમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે. સુરત શહેરની સમુદ્રી પરંપરા અને ઐતિહાસિક મહત્વને પ્રતિષ્ઠિત કરતા ભારતીય નેોસેનામાં આધુનિક યુઘ્ધજહાજ આઇ.એન.એસ સુરતને સામેલ કરવામાં આવેલ છે.સુરત શહેર હીરા અને કાપડની શહેર તરીકે ખ્યાતનામ છે. સુરત શહેરમાં દેશના વિવિધ રરથી વધારે રાજયના પરિવાર વસે છે. જેથી સુરત મિનિભારત તરીકે ઓળખાય છે.માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વસુદેવ કુટુંમ્બકમના સંદેશને જીવંત કરતા સુરત શહેર એ એક ભારત શ્રેષ્ઠ ભારતનું ઉદાહરણ પુરૂ પાડે છે. આજરોજ વિવિધ ૧૪ રાજયોના ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયરની ૧૧૬મી એકઝીકયુટીવ કમિટીની મિટીંગ મઘ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત,હરિયાણા,ઉતરાખંડ,ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી, બિહાર,આંધ્ર પ્રદેશ, અસમ, કર્ણાટક, સિકિકમ અને તેલંગાણાના ૩૭થી વધુ મેયરશ્રીઓ તથા મ્યુ. સદસ્યશ્રીઓ સામેલ છે. જે ક્ષણ સુરત શહેર માટે ઐતિહાસિક છે.
આ કાર્યક્રમ પ્રસંગે ઓલ ઇન્ડિયા કાઉન્સીલ ઓફ મેયર્સના અઘ્યક્ષ અને કર્નાલ ના મેયર શ્રીમતી રેનુ બાલા ગુપ્તાએ તેમના પ્રવચનમાં જણાવ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં કામ કરી રહેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને ધન્યવાદ, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયરની એકઝીકયુટીવ કમિટીમાં શહેરના સર્વાંગી વિકાસ અને વિવિધ તમામ અધ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે મેયરશ્રીઓ ચિંતન,મંથન અને ચર્ચા કરે છે. વધુમાં તેઓ કર્ણાલ કે જે દાનેશ્વરી યોઘ્ધા કર્ણની ભૂમિ છે અને સુરત શહેર પણ કર્ણની ભૂમિ છે જેથી બંને શહેર સંકળાયેલ હોય,જેની માહિતી આપી હતી. આ કાર્યક્રમ પ્રસંગે તત્કાલિન અઘ્યક્ષ ઓલ ઇન્ડિયા કાઉન્સીલ ઓફ મેયર્સ, આસુતોષ વર્ષનેઇએ તેમના પ્રવચનમાં જણાવ્યુ કે આજરોજ સુરત શહેરમાં ૧૧૬મી એકઝીકયુટીવ કમિટીની મિટીંગનું આયોજન કરવામાં આવેલ છે. ૧ વર્ષમાં ૪ મિટીંગનું આયોજન થાય છે. આ નવી એકઝીકયુટીવ કમિટીની પ્રથમ મિટીંગ છે. વર્ષ-૧૯૬ર થી અને ૯ સદસ્યથી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયરની એકઝીકયુટીવ કમિટી શરૂ થયેલ હતી.સદર મિટીંગમાં દેશના ર૬૪ મેયરશ્રીઓને આમંત્રિત કરવામાં આવે છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર કમિટીના મહામંત્રીશ્રી અને મેયર દક્ષેશ માવાણી અને યોગ્ય સમય ફાળવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યકત કર્યો હતો. આ કાર્યક્રમ પ્રસંગે કેબિનેટ મંત્રી નાણાં, ઉર્જા, પેટ્રોકેમીકલ્સ કનુભાઇ દેસાઇએ તેમના પ્રવચનમાં જણાવ્યુ કે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક મુશ્કેલીઓને તક સમજે છે.અર્બનાઇઝેશન આપણે અર્બનાઇઝેશન ને ચેલેન્જ નહીં પણ તક સમજીવી જોઇએ.
મહાનગરપાલિકાઓ ઘ્વારા સોલાર પોલિસી સુએઝ સિસ્ટમ,એસ.ટી.પી.પ્લાન્ટ, ઇ-મોબાઇલ,કલીન વોટર,સ્વચ્છ પાણી સહિતની શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહેલ છે. ગુજરાત ગ્રીન એન્ર્જી માં લીડ કરી રહયું છે. સોલાર પોલીસીમાં પણ ગુજરાત આગળ છે. વધુમાં તમામ મહાનગરપાલિકા ઘ્વારા ગ્રીન એનર્જી અન્વયે કામગીરી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તેમના પ્રવચનમાં જણાવ્યુ કે સુદ્રઢ નાણાંકીય વ્યવસ્થાપનથી શહેરોના સર્વગ્રાહી વિકાસ માટે સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની પહેલ ગુજરાતે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં કરી છે. આ યોજનામાં ભૌતિક સુવિધાઓ, સામાજિક આંતરમાળખાકીય સવલતો સાથે અર્બન ગ્રીન મોબિલિટી, મુખ્યમંત્રી શહેરી સડક યોજનાને પ્રાથમિકતા આપવાથી ઇઝ ઓફ લિવિંગ વધ્યું છે. ગુજરાતે દેશને શહેરી ક્ષેત્રોમાં બી.આર.ટી.એસ. જનમાર્ગનું અને ઈ-સિટીબસ સેવાઓનું સફળ મોડલ આપ્યું છે. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અર્બન ટ્રાન્સફોર્મેશનમાં અનેક આઈકોનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ થયા છે તેમાં સુરત ડાયમંડ બુર્સ, રિવરફ્રન્ટ તો ગૌરવના પ્રતીક બન્યા છે તેમ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ઇન્ક્લુઝિવ ગ્રોથના વિચારને પાર પાડવા નાના શહેરોનો વિકાસ પણ વેગવંતો બનાવ્યો છે. રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાની રચના કરવામાં આવી છે અને મોટા મહાનગરોની મહાનગરપાલિકાઓએ આવી નવી મહાનગરપાલિકાનું હેન્ડ હોલ્ડિંગ કરીને હોલીસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ વિકસાવી છે. મુખ્યમંત્રીશ્રીએ 2047 સુધીમાં વિકસિત ભારત માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યેયને પૂર્ણ કરવામાં ગુજરાતને અગ્રેસર રાખવા અર્નિંગવેલ-લિવિંગવેલ મંત્ર સાથે વિકસિત ગુજરાત @ 2047નો રોડ મેપ કંડાર્યો છે તેની પણ ભૂમિકા આપી હતી.
આ કાર્યક્રમમાં સંસદસભ્ય મુકેશભાઇ દલાલ, ધારાસભ્ય પૂર્ણેશભાઇ મોદી, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય પ્રવિણભાઇ ઘોઘારી, વિવિધ રાજય તથા શહેરના મેયરઓ તથા અન્ય મહાનુભવો, તત્કાલિન કેન્દ્રીય મંત્રી,વસ્ત્ર અને રેલવે મંત્રાલય,ભારત સરકાર શ્રીમતી દર્શનાબેન જરદોશ, ડે. મેયર ર્ડા. નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અઘ્યક્ષ શ્રી રાજન પટેલ, નેતા શાસકપક્ષ શશીબેન ત્રીપાઠી, દંડક ધર્મેશભાઇ વાણીયાવાલા, પૂર્વ સ્થાયી સમિતિ અઘ્યક્ષ પરેશભાઇ પટેલ, કમિશનર શાલિની અગ્રવાલ, પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોત , કલેકટર ર્ડા. સેોરભ પારઘી એ સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયરની એકઝીકયુટીવ કમિટીમાં ઉપસ્થિત મેયરશ્રીઓએ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, ICCC ખાતેની મુલાકાત લીધી અને ત્યારબાદ સુરતના ઐતિહાસિક કિલ્લાની મુલાકાત કરી અને સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. વધુમાં આવતીકાલે ઉપસ્થિત મહાનુભવો ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, લક્ષ્મીપતી ટેકસટાઇલ યુનિટ સહિતના સ્થળોની પણ મુલાકાત લેનાર છે.