logo

વિસનગરના માયા બજાર અને ગોલવડ વિસ્તારમાં રોડ પર પાણીની બરબાદીનો મુદ્દો ગંભીર બન્યો


વિસનગરના માયા બજાર અને ગોલવડ વિસ્તારમાં રોડ પર પાણીની બરબાદીનો મુદ્દો ગંભીર બન્યો

વિસનગર શહેરમાં એક તરફ સરકાર જળ જીવન મિશન દ્વારા દરેક ઘરે શુદ્ધ અને પુરતું પાણી પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે, જ્યારે બીજી તરફ માયા બજાર અને ગોલવાડ વિસ્તારમાં કેટલાક ઘરોમાંથી રોડ પર સતત પાણી વહેવાનું બંધ થવાનું નામ જ લેતું નથી.

સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે વિસ્તારમાં ઘણા ઘરોમાં જરૂરીયાત મુજબ પણ પૂરતું પાણી મળતું નથી, જ્યારે કેટલાક લોકો બેદરકારીથી પાણી રોડ પર વહાવી રહ્યા છે. આ અસમાનતા કારણે સામાન્ય નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

શહેરના નાગરિકોએ સંબંધિત વિભાગને અપીલ કરી છે કે પાણીની બરબાદી રોકવા માટે તરત જ કાર્યવાહી કરવામાં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર પર કડક પગલાં લેવાય.

પાણી જેવી અમૂલ્ય સગવડની આ રીતે બરબાદી થતા પર્યાવરણ અને શહેરના જળ સંસાધનો પર પણ ગંભીર અસર પડી રહી છે. નાગરિકોએ સૌને જવાબદારીપૂર્વક પાણીનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

29
2142 views