વિસનગર સમાચાર
વિસનગરની મહેસાણા ચોકડી ખાતે સ્થિત ફાઇનાન્સ ઓફિસમાં મંગળવાર સવારે અચાનક લાગી ગયેલી આગને કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે ધુમાડાના ઘેરા ગોટાળા વચ્ચે ઓફિસ સ્ટાફ બિલ્ડિંગમાંથી બહાર દોડ્યો હતો.
આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા. પ્રાથમિક માહિતી મુજબ આગ એસી ફાટવા ના કારણે લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સદનસીબે કોઈ જાનહાનિ થયાની માહિતી મળી નથી, જોકે ઓફિસમાં રહેલા દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક સાધનોને નુકસાન થયું હોવાની આશંકા છે. ઘટનાની વધુ તપાસ ચાલુ છે.