logo

લોકશાહી શાસન વ્યવસ્થામાં બંધારણ જ સર્વોપરી!!!

ભારત દેશ આઝાદ થયા પછી દેશની શાસન વ્યવસ્થા માટે ડોક્ટર બી આર આંબેડકર લોકશાહીના આત્મા સમાન બંધારણ લખ્યું જેનો અમલ 26મી જાન્યુઆરી 1950 ના રોજ કરવામાં આવ્યું લોકશાહીમાં બંધારણ એ સર્વોપરી છે અને બંધારણ દ્વારા દેશની શાસન વ્યવસ્થા ચાલે છે દેશના બંધારણથી પર કોઈપણ કાયદો નથી કોઈ પણ કાયદો એ બંધારણ સાથે સંઘર્ષ કરી શકતો નથી અને તેઓ કાયદો ટકી શકે પણ નહીં આજે દેશમાં જેટલી સંસ્થાઓ વ્યવસ્થા માટે છે તે બંધારણ દ્વારા રચાયેલી છે દેશની વ્યવસ્થામાં રાષ્ટ્રપતિ કે ત્યાર પછીના તમામ હોદ્દાઓ ની વ્યવસ્થા બંધારણમાં ઉલ્લેખનીય છે કોઈપણ વ્યક્તિ કે કોઈપણ હોદ્દેદાર બંધારણ થી ઉપર નથી જેથી બંધારણે તમામને સમાનતાનો હક આપેલો છે સમાનતાના હક દ્વારા દરેક નાગરિક સમાન છે તે તબક્કે તેના હોદ્દા ને કે તેની અન્ય કોઈ વિશેષ લાયકાત નહીં ધ્યાનમાં રાખવામાં આવતી નથી પરંતુ ફક્ત અને ફક્ત તે દેશનો નાગરિક છે અને તે સમાનતા નો હક કોઈપણ જાતના ભેદભાવ કર ભોગવી શકે છે લોકશાહી શાસન વ્યવસ્થા એ દેશના તમામ નાગરિકોને જે મૌલિક અધિકારો આપ્યા છે તે મૌલિક અધિકારો થી દેશ નો દરેક નાગરિક પોતાના હક્કો ભોગવી શકે છે અને લોકશાહી ની વ્યવસ્થા માં પોતાની ભાગીદારી પણ આપી શકે છે લોકશાહી વ્યવસ્થામાં બંધારણ એ સર્વશ્રેષ્ઠ છે અને તેનું પાલન હર કોઈ અધિકારી અને પદાધિકારી એ કરવાનું હોય છે લોકશાહીમાં તેની વ્યવસ્થાને જીવંત અને સક્રિય રાખવી હોય તો લોકોએ જાગૃત રહી બંધારણ પ્રત્યે સભાન રહેવું જોઈએ અને તેની જોગવાઈ અને તેની વિવિધ કાર્યવાહી જાણવી જોઈએ આ દેશમાં સરકાર દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાય તેવા પ્રયત્નો કરવા જોઈએ પરંતુ દુઃખની વાત એ છે કે આટલા વર્ષો પછી પણ દેશના સામાન્ય લોકોને બંધારણ વિશે પૂરતી જાણકારી નથી જેને કારણે ઘણી જગ્યાએ તેમના હક અને અધિકારનું હનન થાય છે જેને કારણે શોષણનો પણ ભોગ બને છે આ પરિસ્થિતિ દૂર કરવા લોકોએ જાગૃત રહે બંધારણ નો અભ્યાસ કરવો જોઈએ તેમાં કોઈ બેમત નથી

33
1143 views