ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂના મામલે સરકાર કડક બને!!! કાગળ પર રહેલી દારૂબંધી નો કડક અમલ કરાવે!!!
ગુજરાતમાં હાલમાં થોડાક સમયથી દારૂબંધી અને ડ્રગ્સ મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી લડી લેવાના મૂળમાં છે અને સમગ્ર ગુજરાતમાં દારૂબંધી તેમજ ડ્રગ્સ મામલે સરકારને આડે હાથ લીધી છે એમાં તો ખાસ તો ગૃહ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ને ખુલ્લી ચેલેન્જ આપી છે અને પૂછ્યું છે કે ગુજરાતમાં તમે ક્યારે દારૂબંધીનો કડક અમલ કરાવશો અને ડ્રગ્સ નું ગેરકાયદેસર વેચાણ બંધ કરાવવામાં આવશે? આ સવાલનો જવાબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી પાસે માગ્યો છે ગુજરાતની લગભગ મોટાભાગની જનતા દારૂના મુદ્દે જીગ્નેશ મેવાણી ની સાથે છે અને ઠેર ઠેર વેચાતા દારૂ વિશે લોકો પોતાના વિચારો સોશિયલ મીડિયામાં રજૂ કરી રહ્યા છે અને સમર્થન આપી રહ્યા છે તેથી સરકારે માત્ર કાગળ ઉપર રહેલી દારૂબંધી ની જગ્યાએ તેનો વાસ્તવિક રીતે અમલ કરાવે અને પોલીસ ખાતામાં ચાલતી હપ્તાની નીતિ તેમજ વહીવટદારો જે પૈસા ઉઘરાવે છે તે તાત્કાલિક ધોરણે બંધ કરાવી કાયદાનો અમલ કરાવે તેવી જનતા જનાર્દન માંગ કરી રહી છે અત્યાર સુધી સરકાર માત્ર વાતો કરતી રહી છે તેનો કડક અમલ ક્યારેક થયો નથી જે ઘણી દુઃખની વાત છે જેથી ગાંધી અને સરદારના ગુજરાતમાં તાત્કાલિક ધોરણે દારૂ તેમજ કેફી પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ બંધ થાય તેવી સમગ્ર જનતા માંગ કરી રહી છે