logo

પાટણ શહેર બસ સ્ટેશન ખાતે બસમા ચઢતી વખતે લોકોની ભીડનો લાભલઈ મહિલાના થેલામાથી સોનાના દાગીના આશરે સાડા છ તોલાની થયેલ ચોરીનો ગણતરીના દિવસોમા ભેદ ઉકેલી

તમામ સોનાના દાગીના કિં.રૂ. ૭,૫૦,૭૫૨/- મળી કુલ કિં. રૂ. ૮,૬૪,૮૩૧ /- ના મુદ્દામાલ સાથે બે મહિલા તથા એક પુરૂષને પકડી પાડતી એલ.સી.બી પાટણ

ગત તા.૨૫/૧૧/૨૦૨૫ ના રોજ પાટણ નવા બસ સ્ટેશન પાટણ થી અંજાર વાળી બસમાં ચડવા જતા લોકોની ભીડનો લાભ લઇ ફરીયાદીના પર્સમાં રાખેલ બોકસમાં સોનાનો આશરે સાડા ત્રણ તોલાનો સેટ-નંગ-૧ તથા દોઢ તોલાની બુટ્ટી નંગ-૧ તથા દોઢ તોલાનુ મંગળસુત્ર નંગ-૧ એમ કુલ આશરે સાડા છ તોલા વજન જેની કુલ કિ.રૂ.આશરે-૬,૮૩,૧૬૦/-ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જવા બાબતે પાટણ શહેર "બી" ડિવિ. પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.-૧૧૨૧૭૦૨૦૨૫૦૯૮૨/ર૦રપ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના કામે ફરીયાદી બેન દ્રારા ગુનો દાખલ કરાવેલ. જેથી,

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાયી સાહેબ પાટણ દ્રારા સદર વણશોધાયેલ ચોરીના ગુનાને શોધી કાઢવા એલ.સી.બી.પાટણને સુચના કરતાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.જી.ઉનાગર એલ.સી.બી.પાટણના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફના માણસો દ્રારા અલગ અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા નેત્રમ પ્રોજેકટ હેઠળના સી.સી.ટી.વી કેમેરામાં ચોરી થયેલ દિવસે બસ સ્ટેશનમા લાલ

રોકડ રકમ રૂ.૬૨,૫૬૯/- તથા વિદેશી ચલણ નોટો નંગ-૦૭ કિ.રૂ.૦૦ મળી કુલ કિ.રૂ.૮,૬૪,૮૩૧/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને અટક કરી પાટણ સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે સોપવામા આવેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

(૧) લક્ષ્મીબેન વા/ઓ કલ્યાણભાઇ કનુભાઇ દેવીપુજક રહે મુળ મહેસાણા શહેર કસ્બા વાઘરીવાસ તા.જી.મહેસાણા હાલ રહે મહેસાણા શહેર મોઢેરા રોડ કીરણ મેડીકલ પાસે શિવ શંકર સોસાયટી મ.ન.બી/૭૨ તા.જી.મહેસાણા

(૨) ભારતીબેન ઉર્ફે હંશાબેન વા/ઓ રાજેન્દ્રભાઈ દંતાણી રહે મુળ મેઉ ગામ વાઘરીવાસ તા.ગોઝારીયા જી.મહેસાણા હાલ રહે મહેસાણા શહેર પદુષણ ભીમનાથ મંદિર પાછળ તા.જી.મહેસાણા

(3) કલ્યાણભાઇ કનુભાઇ દેવીપુજક રહે મુળ મહેસાણા શહેર કસ્બા વાઘરીવાસ તા.જી.મહેસાણા હાલ રહે મહેસાણા શહેર મોઢેરા રોડ કીરણ મેડીકલ પાસે શિવ શંકર સોસાયટી મ.ન.બી/૭૨ તા.જી.મહેસાણા

કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-

(૧) (૧) સોનાનો હારનો સેટ-નંગ-૧

(૨) સોનાની બુટ્ટી નંગ-૦૨ જોડ-૦૧

(3) સોનાનુ મંગળસુત્ર નંગ-૦૧

જે સોનાના દાગીનાની કુલ કિં.રૂ.૭,૫૦,૭૫૨/-

(૪) રોકડ રકમ રૂ.૬૨,૫૬૯/-

(૫) નેપાળ દેશની ચલણી નોટ નંગ-૦૫

(૬) ઓમાન દેશની ચલણી નોટ-૦૧

(૭) સાઉદી અરબ દેશની ચલણી નોટ નંગ-૦૧

(૮) મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ.૧૫૦૦/-

(૯) રીક્ષા નંગ-૦૧ કિ.રૂ.૫૦,૦૦૦/-

(૧૦) કટર -૦૧ કિ.રૂ.૧૦/-

એમ મળી કુલ મુદામાલ કિં.રૂ.૮,૬૪,૮૩૧/-

આરોપીઓની ગુન્હો આચરવાની એમ.ઓ.:-

સદરી મહીલાઓ ભીડ ભાડવાળી જગ્યા જેવી કે બજાર, બસ સ્ટેશન,રેલ્વે સ્ટેશન વિગેરે જગ્યાએ ભીડનો લાભ લઈ પોતાની સાથે રાખેલ કટરથી લોકોના થેલા કે ખીસ્સામાથી પર્સ કે અન્ય કિમતિ સર સામાનની ચોરી કરવાની એમ.ઓ.ધરાવે છે. જે બાબતે વધુમાં તપાસ જારી છે.

0
2674 views