logo

બિલ્ડરોએ સાઇટ પર QR કોડ સાથે પ્રોજેક્ટ માહિતીનું બેનર લગાવવું ફરજિયાત

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) દ્વારા આજથી નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જે મુજબ હવે દરેક બાંધકામ સાઇટ પર ડેવલપર-બિલ્ડર દ્વારા QR કોડ સાથે પ્રોજેક્ટની તમામ માહિતીનું બેનર બોર્ડ લગાવવું ફરજિયાત છે. આ નિર્ણય મિલકત ખરીદનારા નાગરિકોને પ્રોજેક્ટ સંબંધી સચોટ અને તાત્કાલિક માહિતી મળી રહે તે માટે લેવાયો છે. આ બોર્ડનું બેકગ્રાઉન્ડ સફેદ અથવા પીળા રંગનું રાખવું પડશે, જ્યારે રેરા રજિસ્ટ્રેનશન નંબર અને બેંક એકાઉન્ટની વિગતો લાલ રંગથી દર્શાવવી ફરજિયાત છે. QR કોડ ઓછામાં ઓછો 15 સે.મી. x 15 સે.મી.નો હોવો જોઇએ. RERA દ્વારા પ્રોજેક્ટ સ્થળે પ્લાન, લેઆઉટ, સ્પેસિફિકેશન અને બેંક એકાઉન્ટની વિગતો પ્રદર્શિત કરવા હુકમ કરાયો છે. નિયમનું પાલન ન કરનાર બિલ્ડરને દંડ ફટકારવામાં આવશે.

8
62 views