ગોધરાના નદીસર ગામની ગૌચર જમીનમાં ગેરકાયદે ખોદકામ કરવામાં આવ્યું હતું. જેને પગલે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
AIMA News : વણકર રાજેશ
ચિંતીત ગ્રામજનોએ આ અંગે ત પગલે પોલીસ ઉપરાંત સ્થાનિક અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા. બાદમાં કબીરપુરના ખનીજ માફિયા વિરમ ભરવાડ, રાજુ ભરવાડ અને અજય ભરવાડ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ગૌચરની આ જમીન કોરોડો રૂપિયાની કિંમતની છે. ગોચરની આ જમીનમાં ગેરકાયદે ખોદકામ કરી કરોડોની ખનીજચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.આ અંગે તપાસ બાદ કબીરપુરના ખનીજ માફિયા રાજુ ભરવાડ, સાથે જ અજય ભરવાડ અને વિરમ ભરવાડ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.ગોચરની આ જમીન ઉપરાંત સરદાર સરોવર પુનઃ વસવાટ માટે ફાળવેલ જમીનમાં પણ ખોદકામ કરી કરોડોની ખનીજ ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. સાદી માટી અને મોરમનું મળીને અંદાજે 1 લાખ 89 હજાર મેટ્રિક ટન ગેરકાયદે ખનન કરવામાં આવ્યું છે.
આ મામલે ખાણખનિજ વિભાગ દ્વારા 3.33 કરોડની કિંમતનું ખનીજ તથા 1.31 કરોડનું પર્યાવરણનું નુકશાન થયું હોવાનું જણાવી 4 કરોડ 64 લાખ ઉપરાંતની રકમ વસુલવાની ફરિયાદ નોધાઈ હતી. જેને પગલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.