
*બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલય, ગુજરાત ઝોનની ડાયમંડ જ્યુબિલી ઉજવણી*
ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, ગુજરાત ઝોન તેની સેવાના 60 વર્ષ પૂર્ણ થવાના અવસરે વર્ષ 2025ને ડાયમંડ જ્યુબિલી વર્ષ તરીકે ઉજવી રહ્યું છે. આ અંતર્ગત "બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ" પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 500થી વધુ સેવાકેન્દ્રો દ્વારા એક જ દિવસ, એક જ સમયે શાંતિમય સંસારના નિર્માણના લક્ષ્ય સાથે તારીખ *23 નવેમ્બર 2025 (રવિવાર)* ના રોજ ડાકોર નગરમાં *શાંતિ યાત્રા*નું વિશેષ આયોજન કરવામાં આવ્યું.
*કાર્યક્રમની ઝાંખી:*
- ગાંધીજી સ્ટેચ્યુ પર નગરના મહાનુભાવો (કે.બી. શાહ, દિલીપભાઈ, શૈલેષભાઈ વગેરે)એ રેલીનું સ્વાગત કર્યું.
- લાયન્સ ક્લબના પ્રમુખ *ડૉ. યોગેશભાઈ દવે*ના હસ્તે લીલીઝંડી ફરી રેલીનો શુભારંભ થયો.
- *શાંતિ યાત્રાનો સંદેશ:* "શાંતિ આત્માનો સ્વધર્મ છે. આ યાત્રા સર્વે માટે શાંતિનું પ્રેરણાસ્ત્રોત બને, વ્યક્તિ શાંતચિત્ત બની પોતાના પરિવાર અને વિશ્વમાં શાંતિ ફેલાવે."
- બ્રહ્માકુમારીના શ્વેતવસ્ત્રધારી રાજયોગી ભાઈ-બહેનોએ મૌનના મંત્ર સાથે શાંતિદૂત બની શાંતિના પ્રકંપનો ફેલાવ્યા.
- નગરના મહાનુભાવો, ઉત્તર બુનિયાદી છાત્રાલયના વિદ્યાર્થીઓ, અને પત્રકારબંધુઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો.
આ શાંતિ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય *વ્યક્તિઓને શાંતિપૂર્ણ જીવન જીવવા પ્રેરિત કરવાનો* હતો