logo

ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ ની એકતા પદ યાત્રા સચીન ખાતે

ચોર્યાસી વિધાનસભાની એકતા પદ યાત્રા
દિનાંક 22/11/2025ના રોજ 168 ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના હસ્તે સવારે 9:00 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને નિમિત્તે એકતા પદ યાત્રાનો પ્રારંભ સચીન રેલ્વે સ્ટેશન પાસે આવેલા પ્લાઝા કોમ્પ્લેક્સથી કરવામાં આવ્યો.
પ્રારંભિક સભામાં સ્વદેશી અપનાવવાના સંકલ્પ પર ભાર મૂકવામાં આવ્યો. પર્યાવરણ સંરક્ષણ અને દેશની અખંડિતતા જાળવવાના સપટ પણ લેવામાં આવ્યા.
કાર્યક્રમ દરમિયાન વિવિધ વેશભૂષાના પ્રદર્શન યોજાયા, જેમાં સ્થાનીક સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એકતાનું સુંદર પ્રતિનિધિત્વ જોવા મળ્યું.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને આમ જનતાએ હાજરી આપી અને એકતા સંદેશને બળ આપ્યું.

23
870 views