logo

રાધનપુરની જયા ઠાકોરને ગુજરાત ટોપ મહિલા લીડરશીપમાં સન્માનિત સ્થાન

મહિલા સશક્તિકરણ માટે નિડર અને લડાયક ટીમ તૈયાર કરવાની મોટી જવાબદારી સોંપાઈ

રાધનપુર નગર અને પાટણ જિલ્લામાં ગૌરવની લાગણી પ્રસરે એવા સમાચાર સામે આવ્યા છે.

રાધનપુરના નગરસેવક તેમજ પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે જાણીતી જયા ઠાકોર, જેમને પ્રજા "લડાયક" અને "સિંહણ" તરીકે ઓળખે છે, તેઓને ગુજરાત સ્તરે યોજાયેલા ટોપ મહિલા લીડરશીપ શિબિરમાં વિશેષ સ્થાન મળ્યું છે.

રાજ્યભરની પ્રતિભાશાળી અને કાર્યશીલ મહિલાઓ વચ્ચે જયા ઠાકોરનું નામ આગવી રીતે પસંદ થવું, તેમના કાર્યપ્રતિ અને લોકો માટેની સતત લડતનું જીવંત મૂલ્યાંકન ગણાય છે.

બે દિવસીય આ રાજ્યસ્તરીય તાલીમ શિબિરનું મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં નેતૃત્વ ક્ષમતા વધારવી, તેમના હકો અંગે જાગૃતતા ફેલાવવી અને સમાજમાં થતા અન્યાય સામે મહિલાઓને હિંમતપૂર્વક અવાજ ઉઠાવવા પ્રેરિત કરવાનું હતું. આ શિબિર દરમિયાન જયા ઠાકોરને ખાસ કાર્યસોપાન મળ્યું હતું— પોતાની જેવી નિડર, બાહોશ અને હક્કોની લડત લડવાની હિંમત ધરાવતી નવી મહિલા ટીમ તૈયાર કરવાની જવાબદારી.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં મહિલાઓ સામે થતા અત્યાચાર, અન્યાય, શોષણ, દબાણ અને અવાજ દબાવી દેવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને જયા ઠાકોરને સોંપવામાં આવેલી જવાબદારી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉપરાંત, જરૂર પડે ત્યારે મહુડી મંડળ સાથે રહી મહિલા જાગૃતિ અને સશક્તિકરણ માટે લડતને વધુ મજબૂત બનાવવા માટેની કામગીરી પણ તેમને સોંપાઈ છે.

આ નિમણૂંકથી મહિલા અધિકારની લડતને રાજ્યમાં વધુ બળ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

આ શિબિર દરમિયાન જયા ઠાકોરના કાર્યની રાજ્યસ્તરના નેતાઓ અને ટ્રેનરો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત અગત્યના નેતાઓમાં –

રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અલકા લાંબા,

રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રીયા શ્રીનાત,

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા,

પ્રદેશ મહિલા અધ્યક્ષ ગીતાબેન પટેલ,

રાષ્ટ્રીય સેવાદળ અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ,

નોર્થ ગુજરાત પ્રભારી સુભાષની યાદવ,

વિધાનસભામાં વિપક્ષના નેતા તુષારભાઈ ચૌધરી,

અમીબેન રાવત,
તેમજ અન્ય અનુભવી ટ્રેનરો અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.

શિબિર દરમિયાન મહિલાઓના અધિકારો, સામાજિક ન્યાય, રાજકીય ભાગીદારી, નેતૃત્વ કૌશલ્ય, સંગઠન શક્તિ અને અન્યાય સામે એકજૂથ લડત જેવી અનેક વિષયોની વિસ્તૃત ચર્ચા થઈ હતી.

ઉપસ્થિત દરેક મહીલાને પ્રેરણા, માર્ગદર્શન અને આત્મવિશ્વાસ આપવાનો મુખ્ય ફોકસ રાખવામાં આવ્યો હતો.

જયા ઠાકોરના આ સન્માનથી રાધનપુર અને સમગ્ર પાટણ જિલ્લામાં ગૌરવની લાગણી પ્રસરી છે.

સ્થાનિક સ્તરે થતા વિકાસ કાર્યો, ગરીબોની સમસ્યાઓ, મહિલાઓના હકો અને સામાજિક ન્યાય માટે સતત લડત આપતી જયા ઠાકોર હવે રાજ્યસ્તરે મહિલાઓ માટે વધુ શક્તિશાળી અવાજ બનશે તેવી આશા વ્યક્ત કરી રહ્યું છે રાજકીય વર્તુળ.

રાજ્યના મહિલા સશક્તિકરણના અભ્યાનમાં જયા ઠાકોરની આ નવી ભૂમિકા મહિલાઓને નવી દિશા અને હિંમત આપશે એવી વિશ્વાસભરી અભિવ્યક્તિ સાથે આ શિબિર પૂર્ણ થઈ હતી.

12
2322 views