logo

પ્રાથમિક શાળા કોબા – 15 પંખાનો દાન કાર્યક્રમ પ્રાથમિકશાળા કોબામાં વિદ્યાર્થીઓને ગરમીથી રાહતમળે તે હેતુસર ગામજનોદ્વારા કુલ 15 પંખા શાળાને ભેટ આપવામઆવી

પ્રાથમિક શાળા કોબા – 15 પંખાનો દાન કાર્યક્રમ

પ્રાથમિક શાળા કોબામાં વિદ્યાર્થીઓને ગરમીથી રાહત મળે તે હેતુસર ગામજનો દ્વારા કુલ 15 પંખા શાળાને ભેટ આપવામાં આવ્યા છે. આ કાર્ય પાછળ શાળાના પ્રિંસિપાલ શ્રી ધર્મેન્દ્ર પટેલના યથાર્થ પ્રયાસો અને સમર્પિત સેવાભાવનું વિશેષ યોગદાન રહ્યું છે. તેમણે માત્ર એક જ દિવસમાં ગામના વિવિધ દાતાશ્રીઓ સાથે સંકલન કરીને જરૂરી પંખાની વ્યવસ્થા કરી અને શાળાની જરૂરિયાતને પૂર્ણ કરી.

દાતાશ્રીઓએ બાળકોના આરોગ્ય અને શૈક્ષણિક સુવિધાને પ્રાથમિકતા આપીને સહર્ષ દાન આપ્યું. પંખા મળતા વિદ્યાર્થીઓમાં ખુશી છલકાઈ હતી અને શિક્ષકો-વિદ્યાર્થીઓએ તમામ દાતાશ્રી પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

આ ઉમદા સેવાકાર્ય દ્વારા ગામજનોની શાળા પ્રત્યેની લાગણી, સામૂહિક જવાબદારી અને શિક્ષણ પ્રત્યેની સકારાત્મક દૃષ્ટિ સ્પષ્ટ થાય છે.અંતે ગામના સરપંચ શ્રી દિલીપભાઈ પટેલ સૌનો આભાર માન્યો.
રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત

1
25 views