logo

નાગરિકોની ફરિયાદોના નિવારણ માટેના રાજ્યકક્ષાના ‘સ્વાગત’ કાર્યક્રમમાં અરજદાર નાગરિકોની રજૂઆતો સાંભળી. નાગરિકોની રજૂઆતોનું હકારાત્મક અભિગમ સાથે ઝડપી ન

નાગરિકોની ફરિયાદોના નિવારણ માટેના રાજ્યકક્ષાના ‘સ્વાગત’ કાર્યક્રમમાં અરજદાર નાગરિકોની રજૂઆતો સાંભળી.

નાગરિકોની રજૂઆતોનું હકારાત્મક અભિગમ સાથે ઝડપી નિવારણ આવે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી.

નાગરિકોને વિવિધ સરકારી સુવિધાઓ સરળતાથી, ઝડપથી અને પારદર્શક રીતે મળે તેવો સરકારનો અભિગમ રહ્યો છે. આ બાબત સુનિશ્ચિત કરવા અધિકારીઓને સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા.

તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકારે જાહેર કરેલી કૃષિ પેકેજ સહાય મેળવવામાં કોઈ ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે વિશેષ કાળજી રાખવા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને દિશાનિર્દેશ આપ્યા.

નાગરિકોના લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિવારણ ત્વરિત અને નિશ્ચિત સમયમર્યાદામાં લાવવામાં આવે તે માટેની જરૂરી સૂચનાઓ સંબંધિત અધિકારીઓને આપી.

23
1529 views