logo

પાટણ જિલ્લામાં માર્ગ નવીનીકરણનાં કાર્યો પુરજોશમાં – ગ્રામ્ય પરિવહન સુવિધામાં આવશે સુધારો

રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાભરમાં માર્ગ વ્યવસ્થાને વધુ મજબૂત અને સુવ્યવસ્થિત બનાવવા માટે માર્ગોના સમારકામ, રીસરફેસીંગ અને નવીનીકરણના કાર્યો તીવ્ર ગતિથી હાથ ધરવામાં આવી રહ્યા છે.

માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તક સરસ્વતી તાલુકાના લક્ષ્મીપુરા (વામૈયા) થી સાણોદરાને જોડતા માર્ગના ૨.૫૦૦ કિ.મી. લંબાઈના નવીનીકરણ માટે રૂ. ૨૩૦.૦૦ લાખના ખર્ચે કાર્યનું પ્રારંભ કરવામાં આવ્યું છે.

તે ઉપરાંત સિદ્ધપુર તાલુકાના આનંદપુરા–ધુમ્મડ એપ્રોચ રોડના ૧.૫૦૦ કિ.મી. લંબાઈના રીસરફેસીંગ માટે રૂ. ૫૦.૦૦ લાખના ખર્ચે કામ શરૂ કરવામાં આવ્યું છે. બંને કાર્યો નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીની દેખરેખ હેઠળ સુચારૂ રીતે ચાલી રહ્યા છે.

આ કાર્યો પૂર્ણ થતા સ્થાનિક ગ્રામ્ય વિસ્તારો વચ્ચેનું માર્ગ પરિવહન વધુ સુરક્ષિત અને સરળ બનશે. મુસાફરોને રાહત મળશે, પરિવહન સમય ઘટશે તેમજ ઈંધણની બચત સાથે વાહનવ્યવહારની સુવિધામાં નોંધપાત્ર સુધારો થશે.

5
3637 views