રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું!! વિનામૂલ્યે અરજી ફોર્મ ભરવાના છતા વીસીઈ દ્વારા પૈસા લેવામાં આવે છે??
રાજ્યમાં તાજેતરમાં માવઠું થયેલું જેની અસર સમગ્ર રાજ્યના ખેડૂતોને થઈ છે જેને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે જેના માટેના ઓનલાઈન અરજી ફોર્મ સરકાર દ્વારા લેવામાં આવે છે જે અરજી ફોર્મ ભરવાની કાર્યવાહી ગ્રામ્ય કક્ષાએ વીસીઇ કર્મચારીને સોંપવામાં આવી છે ફોર્મ વિનામૂલ્ય ભરવાના છે તેવું સરકાર દ્વારા સ્પષ્ટ સૂચના છે તેમ છતાં કેટલાક વ વીસીઇ પૈસા ઉઘરાવે છે વળી કેટલાક તલાટી વેરો વસૂલવા માટે પણ આવા ફોર્મ ભરવા દેવાનો ઇનકાર કરે છે જ્યારે સહાય આપવાની હોય ત્યારે વેરા વસૂલવાની વાત પણ ખોટી છે વેરોએ કાયમી પ્રક્રિયા છે જેને સહાય સાથે કોઈ લેવાદેવા નથી આવી સૂચના હોવા છતાં ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવે છે અને અમુક જગ્યાએ સર્વર ડાઉન હોવાથી ફોર્મ ભરાતા નથી જેથી સદર પરિસ્થિતિનો પરિસ્થિતિનો તાકીદે ઉકેલ આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે