logo

ગુજરાત પોલીસની હપ્તા લેવાની નીતિને કારણે દારૂબંધીના ધજાગરા???

ગુજરાત રાજ્યમાં હાલ કહેવા પૂરતી દારૂબંધી અમલમાં છે અને સરકારનું ગૃહ વિભાગ એટલે કે પોલીસ વિભાગ દારૂબંધીનો અમલ કરાવવામાં નિષ્ફળ ગયેલ છે રાજ્યમાં કોઈ એવી ગામ નહીં મળે એ જ્યાં દારૂ નું વેચાણ ગેરકાયદેસર રીતે થતું ના હોય દેશી દારૂ તેમજ વિદેશી દારૂ ની રેલમ સેલ જોવા મળે છે દારૂનો ધંધો કરતા બુટલેગરો બેફામ રીતે દારૂનું વેચાણ કરી રહ્યા છે અને પોલીસ ની સહાય થઈને આ ધંધા ચાલી રહ્યા છે પોલીસની હપ્તા લેવાની ગેરકાયદેસર નીતિને કારણે દારૂનું ગેરકાયદેસર વેચાણ કરતા આવા અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને દારૂબંધી માત્ર કાગળ પર રહી ગઈ હોવાનું લોકો અનુભવે છે ગુજરાતમાં સરકારે ઘણી જગ્યાએ વિદેશી દારૂની પરમીતો પણ આપેલી છે તે સિવાય પરમિશન સિવાયની જગ્યાએ પણ વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે આવો દારૂ અન્ય રાજ્યમાંથી આવતો હોવાથી જે તે સરહદ પર હપ્તા લેવાતા હોવાનું બહાર આવે છે પરંતુ એના પર રાજ્યની સરકારો કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી અને દારૂનો ધંધો ચાલી રહ્યો છે આમ પોલીસ વિભાગ દારૂબંધી નો અમલ કરાવવામાં નિષ્ફળ હોવાનું લોકો અનુભવી રહ્યા છે

24
1028 views