logo

સુરત મહાનગરપાલિકાએ "ગ્રાઉન્ડ વોટર રિચાર્જ બોરવેલ "કામગીરી અંગેનો એવોર્ડ પ્રાપ્ત કર્યો.

તારીખ ૧૮ નવેમ્બર, ૨૦૨૫ના રોજ, વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે "જળ સંચય જન ભાગીદારી ૧.૦ એવોર્ડ" વિતરણ સમારોહ યોજાયો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા જલ શક્તિ અભિયાન "કેચ ધ રેઈન" અંતર્ગત કરવામાં આવેલ કામગીરી સંદર્ભે ભારત સરકારના માનનીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટિલનાં વરદ હસ્તે સુરત મહાનગરપાલિકાનાં મેયર દક્ષેશ માવાણી, કમિશનર શાલિની અગ્રવાલ, અધ્યક્ષ સ્થાયી સમિતિ રાજન પટેલ તથા અધ્યક્ષ પાણી સમિતિ હિમાંશુ રાઉલજીને એવોર્ડ એનાયત કરવામાં આવેલ.
સુરત મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીને કૃત્રિમ રીતે જમીનમાં ઉતારવા "ગ્રાઉન્ડ વોટર રીચાર્જ બોરવેલ" (રેઇન વોટર હાર્વેસ્ટિંગ) પ્રસ્થાપિત કરવામાં આવેલ કામગીરીમાં "મ્યુનિસિપલ કોર્પોરેશન" કેટેગરીમાં સુરત મહાનગરપાલિકા ગુજરાત રાજ્યમાંથી પસંદ થયેલ એકમાત્ર મહાનગરપાલિકા છે. જ્યારે સમગ્ર ભારત દેશમાં છઠ્ઠો ક્રમાંક હાંસલ કરેલ છે. આ સિદ્ધિ દર્શાવે છે કે, સુરત મહાનગરપાલિકા જળસંકટ પ્રત્યે ખૂબ જ જાગૃત તેમજ સંવેદનશીલ છે.

25
1719 views