logo

ભુજના અપહરણ, લૂંટ તથા ખૂનના પ્રયાસના ગુનાનો નાસતો આરોપી ઝડપાયો.

ભુજ, તા. 16 : ગત તા. 13/8ના શહેરના હોસ્પિટલ રોડની ઓફિસમાં ગાડીથી અપહરણ કરી મિરજાપર માર્ગે વરંડામાં લઇ જઇ જીવલેણ હુમલો કરી મોબાઇ લૂંટવાના કેસનો નાસતો-ફરતો આરોપી મયૂરસિંહ દેવુભા જાડેજા (રહે. ભુજ, મૂળ તેરા તા. અબડાસા)ને એલસીબીએ ઝડપી પાડયો છે.જયેન્દ્રસિંહ આસુભા જાડેજાનું ગત તા. 13/8ના ભુજના હોસ્પિટલ રોડ સ્થિત આઇસીઆઇસીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ ઓફિસમાંથી આરોપી મયૂરસિંહ જાડેજા અને અજાણ્યો ઇસમ નંબર વિનાની વેગેનાર ગાડીમાં અપહરણ કરી મિરજાપર માર્ગે એક વરંડામાં લઇ જઇ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરતાં જયેન્દ્રસિંહને અસ્થિભંગની ઇજા તેમજ આઇ.સી.યુ.માં દાખલ કરાયા હતા. આરોપીઓએ મોબાઇલ લૂંટી લીધો હતો. આ કેસમાં નાસતો-ફરતો આરોપી મયૂરસિંહ હાલ રોહા (સુમરી, તા. નખત્રાણા)ની પશ્ચિમ સીમ બાજુ હાજર હોવાની એલસીબીને બાતમી મળતાં તેને ઝડપી બી-ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી મયૂરસિંહ વિરુદ્ધ અગાઉ પણ ચારેક ગુના મારામારીના નોંધાઇ ચૂક્યા છે.

6
145 views