logo

બે સ્કોર્પિયોમાં રાજસ્થાનથી ત્રણ લાખના બિયર ભરી માધાપર લાવ્યો ને પોલીસે પકડયા.

અંગ્રેજી પ્રકારના શરાબની બોલબાલા વચ્ચે બિયરની પણ માંગ કચ્છમાં સામે આવી છે, ત્યારે રાજસ્થાન અને હરિયાણાથી માલ અહીં ઠલવાતાં વારંવાર પકડાય પણ છે. આ વચ્ચે રાજસ્થાનથી સ્કોર્પિયો જીપકારમાં બિયરના ટીન નંગ 1368 કિં. રૂા. 3,00,960નો જથ્થો ભરી માધાપર લઈ અવાતાં બાતમીના આધારે એલસીબીએ ત્રણ શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે. એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, કાંતિ ઉર્ફે કાનજી રામજી કોલી (રહે. ચંચળવાળા હનુમાન મંદિર પાસે જૂનાવાસ-માધાપર)વાળો તેના મળતિયા સાથે મળી રાજસ્થાનથી બે જૂની સ્કોર્પિયો જીપકારમાં શરાબનો જથ્થો ભરી આવ્યો છે. આ બાતમીનાં પગલે એલસીબીએ દરોડો પાડી બે સ્કોર્પિયો નં. જી.જે.-12-બીએફ- 9172 તથા જી.જે.- 12-પી-8539માંથી બિયરના ટીન નંગ 1368 કિં. રૂા. 3,00,960 અને ત્રણ મોબાઈલ કિં. રૂા. 15,000 તથા બે સ્કોર્પિયો કિં. રૂા. 4 લાખ એમ કુલ્લે રૂા. 7,15,960ના મુદ્દામાલ સાથે કાંતિ ઉર્ફે કાનજી ઉપરાંત કિશોર રમેશભાઈ કોલી (રહે. ચંચળવાળા હનુમાન મંદિર પાસે, જૂનાવાસ, માધાપર) તેમજ વાલજી માવજી કોલી (રહે. ત્રંબો, તા. ભુજ)ને ઝડપી લીધા હતા. જ્યારે માલ આપનાર સતીશભાઈ (રહે. સાંચોર, રાજસ્થાન) હાજર મળ્યો ન હતો. માધાપર પોલીસ મથકે ગુનો દાખલ કરાવી મુદ્દામાલ સોંપાયો હતો. એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ.આર. જેઠી, પીએસઆઈ જે.બી જાદવની સૂચનાનાં પગલે એ.એસ.આઈ. અનિરુદ્ધસિંહ રાઠોડ, સુરેન્દ્રસિંહ ઝાલા, હે.કો. ધર્મેન્દ્રભાઈ રાવલ, નવીનભાઈ જોશી, શક્તિસિંહ ગઢવી, રણજિતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, સુનીલભાઈ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, રાજેશભાઈ ગઢવી, વિક્રમસિંહ ગોહિલ, કોન્સ. જીવરાજભાઈ ગઢવી તથા ભરતભાઈ ગઢવીએ ખાનગી બાતમીનાં પગલે શરાબનો આ ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો હતો.

13
381 views