logo

નરેન્દ્રભાઈ મોદીના સુરત પ્રવાસને લઈને પોલીસ એલટૅ : અનુપમસિંહ ગેહલોત.

સુરત તા. ૧૧: ગુજરાતના પ્રવાસે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે જેને લઈને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત ખાતે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા વિશેષ પોલીસ બંદોબસ્ત નું આયોજન કરવામાં આવ્યું છે જેને લઇને પોલીસ કમિશનર પોતાના અધિકારી સાથે બદોબસ્ત અને પેટ્રોલિંગ ને લઈને આયોજન કરવામાં આવી રહ્યું છે આગામી 14 15 નવેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેને લઈને અત્યારથી જ તાડમાર તૈયારી શરૂ કરવામાં આવી છે રાજ્ય સરકારના અલગ અલગ અધિકારીઓ વડાપ્રધાન મોદીના સ્થળ નિરીક્ષણને લઈને અત્યારથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં બુલેટ ટ્રેન અને મેટ્રો પ્રોજેક્ટને લઈને વિશેષ નિરીક્ષણ અર્થે વડાપ્રધાન મોદી કરવા જઈ રહ્યા છે જેને લઈને સુરત શહેર કલેકટર ડો એસ પારધી, મહાનગરપાલિકાના કમિશનર શાલીની અગ્રવાલ અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સંકલન કરીને એરપોર્ટ થી લઈને જે તે વિસ્તારમાં નિરીક્ષણ અર્થે જવાના છે તે વિસ્તારોનુ અત્યારથી જ રોડ મેપ અને બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે જેથી કરીને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પોલીસ કમિશનર દ્વારા પોતાના અધિકારી સ્પેશિયલ કમિશનર જમીર વાભંગ સંયુક્ત પોલીસ ક્રાઈમ વત્સ, સંયુક્ત કમિશનર ડામોર નાયબ પોલીસ કમિશનર રોજીયા રાજદિપસિંહ નકુમ તેમજ અન્ય અધિકારી સાથે શહેરમાં કાયદો વ્યવસ્થા અને બંદોબસ્ત સાથે એરપોર્ટ સુરક્ષા માટેની મીટીંગ ના દોર શરૂ કરવામાં આવ્યા છે.

10
962 views