logo

ચેરમેનશ્રી દીનદયાલ પોર્ટ ઓથોરીટી દ્વારા ગાંધીધામ મહાનગરપાલિકા ના કમિશનરશ્રી એ જમીન તથા CSR ફંડ માટે કરેલ દરખાસ્તને સૈધાંતિક મંજુરી આપવામાં આવી.

ગાંધીધામ મહાનગરપાલિકા ના કમિશનરશ્રી દ્વારા ચેરમેનશ્રી દીનદયાલ પોર્ટ ઓથોરીટી ને મહાનગરપાલિકાના હેતુ માટે જમીન ફાળવણી માટે દરખાસ્ત કરવામાં આવેલ, જે દરખાસ્ત ને ચેરમેનશ્રી DPA દ્વારા નીચે ની વિગતે પ્લોટ ફાળવણીની મંજુરી આપવામાં આવેલ છે.1)સેન્ટ્રલ ઓફીસ કોમ્પલેક્ષ માટે તાલુકા પંચાયત કચેરી ની સામે 2)ઈસ્ટ ઝોનલ ઓફીસ માટે મામલતદાર કચેરી ની પાસે3)વેસ્ટ ઝોન ઓફીસ માટે મુન્દ્રા સર્કલ ST બસ સ્ટેશન ની સામે4)પી.એમ ઈ-બસ સ્ટેશનના ટર્મિનલ માટે DPA દ્વારા ST બસ સ્ટેશન માટે ફાળવેલ જમીન ની બાજુમાં સૈધાંતિક મંજુરી આપી ફાળવણી કરવામાં આવેલ છે. વધુમાં, ગાંધીધામ મહાનારપાલિકાના કમિશનરશ્રી દ્વારા જુદા જુદા પ્રોજેક્ટ ના હેતુ માટે CSR ફંડ ની ફાળવણી થવા દરખાસ્ત કરવામાં આવેલ, જે દરખાસ્ત ને ચેરમેનશ્રી DPA દ્વારા આજ રોજ નીચેની વિગતે સૈધાંતિક મંજુરી આપવામાં આવેલ છે:1)ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલ પ્રતિમા થી મહાત્મા ગાંધી પ્રતિમા સુધી ના રોડને રી-ડેવલોપ, ફૂટપાથ, સ્ટ્રોમ વોટર ડ્રેન, લાઈટીંગ વિગેરે કામગીરી માટે રૂ.૮.૬૦ કરોડના ખર્ચે આ કામગીરી હાથ ધરવા ટેન્ડર કરવામાં આવેલ. દીનદયાલપોર્ટ ઓથોરીટી દ્વારા આ રસ્તાના વ્યાપક નવિનીકરણ, સુંદરતા અને અપગ્રેડેશન (CC ROAD) માટે વધારાની અંદાજે રૂ.૦૯.૦૦ કરોડ રકમ ની સૈધાંતિક મંજુરી આપેલ છે.2)લીલાશા સર્કલનું નવિનીકરણ, સુંદરતા અને પુનઃવિકાસ કરવા તથા સર્કલ માં આવેલ ગાર્ડનમાં DPA દ્વારા ગ્રીન હાઇડ્રોજન પાર્ક બનાવવા રૂ.૦૨.૦૦ કરોડ3)ગાંધીધામ ખાતેના ઝંડા ચોક અને આદિપુર ખાતે ના મદનસિંહ સર્કલ (ઝંડાચોક) ને રી-ડેવલોપમેન્ટ કરવા માટે રૂ.૦૩.૦૦ કરોડ4)મહાનગરપાલિકાના ઇસ્ટ ઝોન વિસ્તારની ઘન કચરા વવ્યસ્થાપન અને સફાઈ ની કામગીરીના ૨૪ માસના ખર્ચ ની પણ સૈધાંતિક મંજુરી આપવામાં આવેલ છે.આમ, દીનદયાલ પોર્ટ ઓથોરીટી દ્વારા ગાંધીધામ મહાનગરપાલિકા ને મહાનગરપાલિકા માં મુખ્ય હેતુ માટે જમીન ની ફાળવણી તથા ઉપરોક્ત પ્રોજેક્ટ ના કામો માટે CSR ફંડ ની ફળવણી ને સૈધાંતિક મંજુરી આપવામાં આવેલ છે આમ દિનદયાલ પોર્ટ ઓથોરીટીના ચેરમેનશ્રી દ્વારા ગાંધીધામ મહાનગરપાલિકા ના સર્વાંગી વિકાસ તેમજ લોકોની સુખાકારી માટે -પહેલ કરેલ છે. જે બદલ ગાંધીધામ મહાનગરપાલિકા ચેરમેનશ્રી દીનદયાલ પોર્ટ ઓથોરીટીનો ખુબ ખુબ અભાર વ્યક્ત કરે છે.

9
211 views