logo

વિરાણી-નાભોઈ વચ્ચેથી શંકાસ્પદ ઓઈલના જથ્થા સાથે ત્રણ ઝડપાયા.

ગુજરાત મીડિયા:ભુજ, તા. 10 : પવનચક્કીમાંથી વાયર તેમજ આાઁઈલ ચોરીના અનેક બનાવ સામે આવતા રહે છે. આ વચ્ચે આવા શંકાસ્પદ ચોરાઉ ઓઈલના જથ્થા સાથે ત્રણ શખ્સને એલસીબીએ ઝડપી પાડયા છે. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ ઈન્ચાર્જ પીઆઈએચઆર જેઠી તથા પીએસઆઈ જે.બી. જાદવની સુચનાના પગલે બ્રાન્ચના એ.એસ.આઈ. દેવજીભાઈ મહેશ્વરી, હે.કો. મૂળજીભાઈ ગઢવી, લીલાભાઈ દેસાઈ ગઢશીશા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં પેટ્રો હતા ત્યારે ખાનગી બાતમી મળી હતી કે, વિરાણીથી નાભોઈ તરફ઼ જતા માર્ગે ત્રણ રસ્તા પાસે બાવળોની ઝાડીમાં ગેરકાયદે રીતે ઓઈલના બેરેલો રાખેલા છે જે જથ્થો છોટા હાથીમાં ભરી સગેવગે થવાની વેતરણમાં છે. આ બાતમીના પગલે ટીમ ઘટના સ્થળે પહોંચીને ત્રણ ઈસમો અબ્દુલરહેમાન આમદ કુંભાર અને તેના પુત્ર અયાન (રહે. બન્ને અમનનગર, ભુજ) તથા મહાવીરસિંહ દિલુભા જાડેજા (રહે. નાભોઈ, તા. માંડવી) હાજર મળી આવ્યા હતા. છોટા હાથી નં. જી.જે. 12 સીટી 2080માં ભરેલા 200 લિટરની ક્ષમતાવાળા બેરલમાંના ઓઈલ અંગે પુછપુરછ કરતા આધાર પુરાવા અને બિલ ન હોવાનું જણાવ્યું હતું. અબ્દુલ રહેમાને જણાવ્યું કે, આ ઓઈલનો જથ્થો લઈ જવા મહાવીરસિંહે બોલાવતા છોટા હાથી લઈ હું અને મારો દીકરો અહીં આવ્યા હતા. મહાવીરસિંહને આ ઓઈલના જથ્થા અંગે પુછતા તેમણે જણાવ્યું હતું કે, આ ઓઈલ પવનચક્કીનો છે જે તેને એક ઈસમ આપી ગયો હતો. આ ઓઈલ વેચાણ કરવા માટે અબ્દુલરહેમાને બોલાવ્યાનું જણાવ્યું હતું. આમ ત્રણે આરોપીને શક પડતા મુદ્દામાલ 2000 લિટર ઓઈલ કિ. રૂા. 80 હજાર, છોટા હાથી કિં. રૂા. બે લાખ તથા ત્રણ મોબાઈલ ફોન કિ. રૂા. 30,000 એમ કુલ્લે રૂા. 3,10,000ના મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી અર્થે ગઢશીશા પોલીસને સોંપવામાં આવ્યા હતા.

8
5 views