logo

કીર્તિ પટેલ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી, સુરત પોલીસે ટિકટોક સ્ટારની કરી અટકાયત.!

શહેરમાં ચર્ચાનો વિષય બનેલા કીર્તિ પટેલ સામે પોલીસની લાલ આંખ જોવા મળી છે. કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલ વિરુદ્ધ પાસા હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયામાં બેફામ ગાળાગાળી કરી લોકોને બદનામ કરનાર અને ખંડણીના આરોપસર જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલ સામે હવે પાસાનું
શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ગુનાહિત ઈતિહાસ અને વારંવાર ગુના આચરવાની ટેવને ધ્યાનમાં રાખી સુરતની કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલી દીધી છે. કીર્તિ પટેલ સામે ગુજરાતની વિવિધ પોલીસ સ્ટેશનમાં ૯ જેટલા ગુનાઓ નોંધાયા છે.કીર્તિ પટેલ પર લોકોને ધમકાવવા અને ખંડણી માગવી જેવા અનેક આરોપો છે.

13
575 views