
રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ
આજરોજ માંગરોલ તાલુકા ના શેઠી ગામે ખેડૂત સમાજ દ્વારા આયોજિત ટુંકી મુદત ની નોટિસ બાદ પણ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા..
આજરોજ માંગરોલ તાલુકા ના શેઠી ગામે ખેડૂત સમાજ દ્વારા આયોજિત ટુંકી મુદત ની નોટિસ બાદ પણ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા.. કોસંબા ગામ ખેડૂત સમાજ દ્વારા ૫૧૦૦૦/- રુપિયા નું ફંડ અને કોસંબા ના ખેડૂત એવા શ્રી બિલાલભાઇ જીવા દ્વારા ૧૧૦૦૦/- નું ફંડ શ્રી જયેશભાઇ પટેલ અને શ્રી રમેશભાઈ પટેલ ના હસ્તે ગુજરાત ખેડૂત સમાજ ને આપવા બદલ ખેડૂત સમાજ ગુજરાત એમનો સહૃદય આભાર માને છે..
મીટીંગ માં ખાવડા સહિત જે અલગ અલગ હાઈટેન્શન વીજ ટાવરો
ના કારણે ખેડૂતો ઉપર થતા જુલ્મ બાબત મક્કમતાથી ખેડૂત સમાજ દ્વારા સપોર્ટ આ ઉપરાંત કમોસમી વરસાદથી વ્યાપક ખેત જણસ નું નુકશાન નું વળતર અને ઉકાઈ કાકરાપાર જમણા કાંઠા નહેર બાંધકામ ૯૦ દિવસ બંધ રાખવા ના નિર્ણય બાબતે સમીક્ષા કરી આવનાર સમયમાં ખેડૂત હિત બાબત જેતે કાયૅ કમ આપવા ના થાય એ માટે ખેડૂતો ને તૈયાર રહેવા જણાવ્યું હતું
આ મીટીંગ માં ખેડૂત સમાજ આગેવાન શ્રી જયેશભાઇ પટેલ શ્રી રમેશભાઈ પટેલ શ્રી મહેન્દ્રસિંહ કરમરીયા જી જનાબ હનીફભાઇ ગોડાદરા જવાબ અંદાજ શેખ તેમજ શ્રી દિનેશ સિંહ ચૌહાણ અને શ્રી કેતન ભટ્ટ ની આગેવાની હેઠળ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું... ખેડૂત સમાજ માંગરોલ ના પ્રમુખ શ્રી દિનેશ સિંહ ચૌહાણ તેમજ શેઠી ગામ નો સહકાર બદલ ખેડૂત સમાજ આભાર
વ્યક્ત કર્યો.