Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મનરેગા કૌભાંડનો મુસ્સો ચર્ચાનો વિષય બન્યો
Chaitar Vasava : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મનરેગા કૌભાંડનો મુસ્સો ચર્ચાનો વિષય બન્યો છે. મંત્રી બચુ ખાબડના બંને પુત્રોના નામ આ કૌભાંડમાં સામે આવ્યા હતા. આ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. અને બંને હાલ રિમાન્ડ પર છે અને જેલમાં બંધ છે. સાથે જ આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા સતત કોઈને કોઈ નવા પુરાવાઓ મામલે ખુલાસાઓ કરતા રહે છે. જેમાં આજે પણ આ મનરેગા કૌભાંડ મામલે વાત કરી છે. જેમાં તેમણે હીરા જોટવાને લઇ ખુલાસાઓ કર્યા છે. અને સરકારની પાસે માંગ કરી છે કે કોઈ પણ ચમરબંધીને ન છોડવામાં આવે.