logo

મહેસાણા જિલ્લાના વાહન ચોરીના ત્રણ અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલી ચોરીના ચાર વાહન સાથે એક ઈસમને પકડી પાડતી હારીજ પોલીસ

પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાથી સાહેબ, પાટણ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ડી.ડી.ચૌધરી સાહેબ, રાધનપુર વિભાગ નાઓએ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હોઈ જેથી પોલીસ ઇન્સપેક્ટર એન.એ.શાહ હારીજનાઓના સીધા માર્ગદર્શન હેઠળ હારીજ ડી-સ્ટાફ ટીમના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે એક ઇસમ આર.ટી.ઓરજી.નંબર. GJ.01.JV.7136. નું ચોરીનું એક્ટિવા લઈ પાટણ રોડ તરફ થી હારીજ તરફ આવી રહેલ છે જે હકીકત આધારે હારીજ સંતસગંધામ નજીક રોડ ઉપર પ્રાઇવેટ વાહન સાથેના કાબંધીમાં દરમ્યાન એક લાલ કલરના એકટીવા રજી.નં- GJ.01.JV.7136ની સાથે એક ઇસમને પકડી પાડી જે ઇસમને સદર એક્ટીવા બાબતે યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા સદર એકટીવા પાલનપુર મુકામેથી ચોરી કરી લાવેલ હોવાની હકીકત જણાવેલ હોઈ જે ઇસમ વિરૂધ્ધમાં કાર્યવાહી કરી સદરી ઇસમને પોલીસ સ્ટેશન લાવી વધુ તપાસ કરતા તેને મહેસાણા જીલ્લામાં અલગ અલગ જગ્યાએથી ત્રણ એક્ટીવા ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ હોય જે ત્રણેય એકટીવા તેની પાસેથી કબ્જે કરી એક્ટીવાઓ બાબતે તપાસ કરતા એક્ટીવા રજી.નં- GJ.02.CE.5583.ના કામે ઉંઝા પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં-૧૧૨૦૬૦૩૩૨૫૦૬૧૧/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબ તથા એક્ટીવા રજી નં- GJ.02.BN.2334 ના કામે મહેસાણા સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન

ગુ.ર.નં-૧૧૨૦૬૦૪પ૨૫૦૬૩૧/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબ તથા એક્ટીવા રજી નં- GJ.02.CK.1420.ના કામે મહેસાણા સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં-૧૧૨૦૬૦૪૪૨૫૦૭૫૪/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબ એક્ટીવા ચોરીના ગુના રજી થયેલ હોય જે ત્રણેય ગુનાઓ એક માસથી વધુ સમયગાળા સુંધીના અનડીટેકટ હોઈ જે અનડીટેકટ ગુનાઓને ડીટેકટ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

(૧) દિપેન નિર્મલકુમાર શાહ રહે.પાટણ, બહુચર માતાજીના મંદિરપાસે, ખેજડાનો પાડો, ઘીવટો તા-જી-પાટણ

શોધાયેલ ગુનાની વિગતઃ-

(૧) ઉંઝા પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં-૧૧૨૦૬૦૩૩૨૫૦૬૧૧/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબ

(ર) મહેસાણા સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં-૧૧૨૦૬૦૪૫૨૫૦૬૩૧/ર૦ર૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબ

(૩) મહેસાણા સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.૨.નં-૧૧૨૦૬૦૪૪૨૫૦૭૫૪/ર૦રપ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબ

અન્ય કબુલાતઃ-

(૧) એકટીવા રજી નં-GJ.01.JV.7136 આશરે દોઢેક મહીના પહેલા પાલનપુર મુકામે બસ સ્ટેન્ડ નજીકથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે

(૨) એક બોકસર કંપનીનુ મોટર સાયકલ આજથી આશરે બે મહીના અગાઉ મહેસાણા ખાતેથી ચોરી કરી સેવલીયા ગામ નજીક મુકેલ હોવાની કબુલાત કરેલ છે.

કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-

(૧) એક્ટીવા રજી નં- GJ.01.JV.7136 કિ.રૂ.૨૫,૦૦૦/-

(૨) એક્ટીવા રજી નં- GJ.02.CE.5583 કિ.રૂ.૨૫,૦૦૦/-

(3) એક્ટીવા રજી નં- GJ.02.BN.2334 કિ.રૂ.૨૫,૦૦૦/-

(૪) એકટીવા રજી નં- GJ.02.CK.1420 કિ.રૂ.૨૫,૦૦૦/-

કુલ કિં.રૂ.૧,૦૦,૦૦૦/-

આરોપીનો ગુનાહીત ઇતિહાસઃ-

(૧) પાટણ બી ડીવીઝન પોસ્ટે ગુ.૨.નં-૧૧૨૧૭૦૨૦૨૨૦૩૪૦/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ

(૨) પાટણ બી ડીવીઝન પોસ્ટે ગુ.૨.નં-૧૧૨૧૭૦૨૦૨૪૦૩૫૫/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ

(૩) અડાલજ પોસ્ટે ગુ.૨.નં-૧૧૨૧૬૦૦૧૨૩૦૪૨૪/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ

(૪) પાટણ એ ડીવીઝન પોસ્ટે ગુ.૨.નં-૧૧૨૧૭૦૧૯૨૨૦૩૧૪/૨૦૨૨ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબ

(૫) પાટણ એ ડીવીઝન પોસ્ટે ગુ.૨.નં-૧૧૨૧૭૦૧૯૨૨૦૩૩૧/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ

(૬) પાટણ બી ડીવીઝન પોસ્ટે ગુ.૨.નં-૧૧૨૧૭૦૨૦૨૪૦૮૪૪/૨૦૨૪ બી.એન.એસ. કલમ.૩૦૩(૨) મુજબ

(૭) પાટણ બી ડીવીઝન પોસ્ટે ગુ.૨.નં-૧૧૨૧૭૦૨૦૨૨૦૩૪૦/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ

0
8719 views